દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન કંઈક એવું થયું જે સામાન્ય રીતે ઈન્ટરનેશનલ મેચમાં થવાની અપેક્ષા નથી હોતી. ચુસ્ત બંદોબસ્ત રાખ્યા બાદ પણ ચાલુ મેચમાં એક કૂતરો મેદાનમાં પહોંચી ગયો હતો.
દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ નિરાશાજનક રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર પ્રદર્શન કરતા T20 બાદ વનડે શ્રેણી પણ જીતી લીધી. ત્રણ મેચની શ્રેણીની નિર્ણાયક વનડેમાં ભારતે 7 વિકેટે એકતરફી જીત હાંસલ કરી હતી. ટીમ ઈન્ડિયાની ઘાતક બોલિંગ સામે દક્ષિણ આફ્રિકાની ટીમ 99 રન જ બનાવી શકી હતી. જવાબમાં ભારતે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો અને ટ્રોફી જીતી લીધી.
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન કંઈક એવું થયું જે સામાન્ય રીતે ઈન્ટરનેશનલ મેચમાં થવાની અપેક્ષા નથી હોતી. કોટલા ખાતે રમાયેલી શ્રેણીની ત્રીજી મેચ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એક કૂતરો ચાલુ મેચમાં મેદાનમાં ઘુસી ગયો હતો. ગ્રાઉન્ડ સ્ટાફે તેને ગ્રાઉન્ડમાંથી બહાર કાઢ્યો હતો પરંતુ બહાર જતા પહેલા તેણે ભારે હોબાળો મચાવ્યો હતો.