Friday, May 17, 2024
HomeEntertainmentમધ્યપ્રદેશ, બિહાર, યુપી સહિતનાં રાજ્યોમાં વિરોધ, ફર્સ્ટ શોની સફળતા પછી 300 સ્ક્રીન...

મધ્યપ્રદેશ, બિહાર, યુપી સહિતનાં રાજ્યોમાં વિરોધ, ફર્સ્ટ શોની સફળતા પછી 300 સ્ક્રીન વધારી દેવાયા

બેશર્મ રંગ ગીતના કારણે વિવાદ ઉભો થયો હતો.અને પઠાન ફિલ્મનો વિરોધ ઉઠ્યો હતો જે બાદ ફિલ્મ ડાયરેક્ટર દ્વારા વિવાદિત દ્રશ્ય કાઢવામાં આવ્યા હોવાના દાવા વચ્ચે પઠાન ફિલ્મ બુધવારે દેશભરમાં 5 હજાર 200 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. ક્યાંક આ ફિલ્મને સમર્થન મળી રહ્યું છે તો ક્યાંક તેનો વિરોધ થઈ રહ્યો છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં હિન્દુ સંગઠનોના વિરોધને કારણે પહેલો શો રદ કરવામાં આવ્યો હતો. બિહાર અને યુપીમાં ઘણી જગ્યાએ પઠાનનાં પોસ્ટરો ફાડવામાં આવ્યાં હતાં.

આ વિરોધ છતાં પહેલા શોમાં 300 સ્ક્રીન્સ વધારવી પડી હતી, એટલે કે હવે આ ફિલ્મ દેશમાં 5 હજાર 500 સ્ક્રીન પર બતાવવામાં આવી રહી છે.

પઠાન તેની થિયેટર રિલીઝના એક દિવસ પહેલાં ઓનલાઈન લીક થઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મની પાઇરેટેડ કોપી Filmyzilla અને Filmy4wap પર ઉપલબ્ધ છે. ફિલ્મ મેકર્સે ચાહકોને સિનેમાઘરોમાં ફિલ્મ જોવાની અપીલ કરી છે. એમ પણ કહ્યું કે થિયેટરોમાં ન તો ફિલ્મની વીડિયોગ્રાફી કરવી અને ન તો તેને કોઈની સાથે શેર કરવી.

પઠાનની સાથે, 25 સિંગલ સ્ક્રીન સિનેમાહોલ પણ ફરી શરૂ થયા છે, જે કોવિડ દરમિયાન કોઈ કારણસર બંધ થઈ ગયા હતા. આ અંગે ખુશી વ્યક્ત કરતાં શાહરુખે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને તે તમામ સિંગલ સ્ક્રીન માલિકોને અભિનંદન પાઠવ્યા હતા.

SRKએ લખ્યું, ‘નાનપણમાં મેં બધી ફિલ્મો સિંગલ સ્ક્રીન પર જ જોઈ છે. તેની પોતાની મજા છે. હું તમને અને મને સફળતા મળે એવી દુઆ, પ્રાર્થના અને પ્રેયર કરું છું. રિ-ઓપનિંગ માટે અભિનંદન.

ઈન્દોરમાં પઠાનના ફર્સ્ટ શો પહેલાં જ હિંદુત્વવાદી સંગઠનોએ થિયેટરોની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સિનેમાઘરોમાં પ્રથમ શો રદ કરવામાં આવ્યો છે. કાર્યકર્તાઓ થિયેટરોની અંદર ગયા અને સ્ટાફને બળજબરીથી બહાર કાઢ્યો. પઠાન ફિલ્મ ન ચલાવવા ચેતવણી આપી. જો કે કમિશનરે દાવો કર્યો હતો કે કાયદો અને વ્યવસ્થા બગડશે નહીં. થિયેટરોની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રતલામમાં પણ હિન્દુવાદી સંગઠનોએ ફિલ્મનો વિરોધ કર્યો છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,945FollowersFollow
1,310SubscribersSubscribe

TRENDING NOW