મોરબી શહેરના શનાળા બાયપાસ પાસે આવેલા ફિદાઈ પાર્કમાં રહેતા સોનલબેન નુરૂદીનભાઈ કચરાણી નામની મહિલા તેમના ઘર બહાર બેઠા હતા તે દરમિયાન એક કાળા રંગની થાર લઈને નવઘણભાઇ મોહનભાઇ બાંભવા નામનો શખ્સ આવી પહોચ્યો હતો અને તે કરેલ ફરીયાદ કરેલ તે પાછી ખેચી લો તેમ કહી ગાળો આપી અને ગાડી માંથી લોખંડનો પાઇપ લઇને નીચે ઉતારી અને ફરીયાદી પાછળ લોખંડનો પાઇપ લઇને મારવા દોડતા સોનલબેન બુમા બુમ કરતા તેમના માતા પિતા તેના ઘરની બાજુમાં રહેતા હોય જેથી તેઓ આવી જતા આ આરોપીએ ઘરની બહાર પાર્ક કરેલી . GH-36-L-3219 નંબરની હોન્ડા અમેઝ કાર કાચ તોડી ગાડીમાં નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો બનાવ અંગે મહિલાએ આરોપી નવઘણ સામે ફરિયાદ નોધાવી હતી અને તેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી