Thursday, May 16, 2024
HomeEntertainment"ઝુકેગા નહી સાલા"પુષ્પા-2 હિન્દી ટીઝર 19 કલાકમાં 2 કરોડ લોકોએ નિહાળ્યું

“ઝુકેગા નહી સાલા”પુષ્પા-2 હિન્દી ટીઝર 19 કલાકમાં 2 કરોડ લોકોએ નિહાળ્યું

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપર સ્ટાર અલ્લુ અર્જુનના ભારતભરમાં તેના ચાહકોમાં દિન પ્રતિ દિન વધારો થઇ રહ્યો છે ખાસ કરીને પુષ્પા ફિલ્મની સફળતા બાદ તેને સાઉથની ફિલ્મ કરતા હિન્દી બેલ્ટમાં વધુ લોક ચાહના મળી છે પુષ્પાની પ્રથમ ફિલ્મમાં બ્લોક બસ્ટર સફળતા મળી હતી માત્ર 170 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફીસમાં 350 કરોડની ધમાકેદાર કમાણી કરી હતી જેમાંથી માત્ર હિન્દી વર્ઝનમાં રૂ 128.86 કરોડની આવક થઇ હતી જયારે આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં 131.81 કરોડની આવક થઇ હતી આ ઉપરાંત રાજ્યના અલગ અલગ રાજ્યમાં પણ સારી એવી કમાણી કરી હતી પુષ્પાના પ્રથમ પાર્ટમાં મળેલી સફળતા બાદ દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

દર્શકો પુષ્પાના કેટલા ચાહકો છે તેનું તાજું ઉદાહરણ ગઈ કાલે જોવા મળ્યું હતું અલ્લુ અર્જુનના બર્થ ડે પર પુષ્પા ધ રુલનું ટીઝર યુ ટ્યુબ પર રીલીઝ થયું હતું આ ટીઝર રીલીઝ થયાના ગણતરીની કલાકોમાં તેના લાખો લોકો દ્વારા જોવામાં આવ્યું હતું . માત્ર 19 કલાકમાં 2 કરોડ લોકોએ ટીઝર જોઈ લીધું છે આ ઉપરાંત મુખ્ય તેલુગુમાં આ ટીઝર 1 કરોડ 80 લાખ લોકોએ નિહાળ્યું છે, આ સિવાય ક્ન્ન્ડ તમિલ અને મલયાલમમાં પણ ડબિંગ કરવામાં આવ્યું છે અને તેના ટીઝરને પણ કરોડો લોકો દ્વારા જોવામાં આવ્યુ છે.

“જબ જંગલ મે કોઈ જાનવર દો કદમ પીછે લે તો સમજો શેર આયા હે, લેકિન જબ હી શેર હી દો કદમ પીછે લે તો સમજો પુષ્પા આયા હે ” આ વખતે પુષ્પા ટુમાં પણ દમદાર ડાયલોગની ભરમાર જોવા મળશે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,956FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW