ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)એ ક્રિકેટમાં ઘણું નામ કમાવ્યું છે. ધોનીને વિશ્વના મહાન ખેલાડીઓમાંથી એક ગણવામાં આવે છે. તે જ સમયે, ક્રિકેટ બાદ હવે માહી ફિલ્મી દુનિયા પર પ્રભુત્વ જમાવવા માટે તૈયાર છે. તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું છે. તે ધોની એન્ટરટેઈનમેન્ટના નામથી ચાલશે.
માહીના આ પ્રોડક્શન હાઉસમાં હિન્દી નહીં પરંતુ તમિલ, તેલુગુ અને મલયાલમમાં ફિલ્મો બનશે. ધોની એન્ટરટેઈનમેન્ટની માલિકી માહી અને તેની પત્ની સાક્ષી હશે. આ પ્રોડક્શન હાઉસના વડા તરીકે વિકાસ હસીજાની પસંદગી કરવામાં આવી છે. માહીના પ્રોડક્શન હાઉસે અત્યાર સુધી રોર ઓફ ધ લાયન, બ્લેઝ ટુ ગ્લોરી અને ધ હિડન હિન્દુ જેવા પ્રોજેક્ટ પર કામ કર્યું છે.