HomeGujaratઆજથી સ્કૂલમાં કસોટી શરૂ, 20મીથી દિવાળી વેકેશન

આજથી સ્કૂલમાં કસોટી શરૂ, 20મીથી દિવાળી વેકેશન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હસ્તગત સ્કૂલોમાં આજથી પ્રથમ કસોટીની શરૂઆત થઈ છે. બે વર્ષ બાદ કોરોનાના નિયંત્રણ સિવાય શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ રહી છે.

જેથી અડધો અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયા બાદ યોજાતી આ પરીક્ષા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બીજી તરફ અન્ય ધોરણના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષામાં પ્રથમ કસોટીના ગુણ ઉમેરવામાં આવતા હોય છે.

20 ઓક્ટોબરથી 21 દિવસ સુધી શાળાઓમાં દિવાળી વેકેશન રહેશે. એટલે કે 20 ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધી શાળામાં દિવાળી વેકેશન રહેશે. અગાઉ કોરોના કાળમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ સ્કૂલની એકમ કસોટી ઓનલાઇન અને ઘરેથી જ આપી રહ્યા હતા જેની અસર વિદ્યાર્થીઓએ જ્યારે સ્કૂલમાં આવીને પરીક્ષા આપી તેના પર પડી હતી.

વિદ્યાર્થીઓને લખવાની પ્રેક્ટિસ છૂટી ગઈ હતી તથા એક જ જગ્યાએ બેસીને સતત ભણી શકતા નહોતા. જેથી આ વર્ષે સ્કૂલ શરૂ થતાં અનેક સ્કૂલોમાં લખવાનો પ્રેક્ટિસ તથા અન્ય એક્ટીવીટી કરાવવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ અઘરો ના લાગે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW