HomeGujaratમોરબીમાં 295 ફૂટ લાંબા બેનર,9 ફૂટ ઊંચા EVMથી સામાજિક જાગૃતિ કાર્યક્રમ...

મોરબીમાં 295 ફૂટ લાંબા બેનર,9 ફૂટ ઊંચા EVMથી સામાજિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વિધાનસભા ચૂંટણી જાહેર થવાના હવે માત્ર ગણતરીના દિવસો આવી રહી છે ત્યારે રાજકીય પક્ષ સક્રિય થઈ લોકો સમક્ષ મત માગવા પોતાની વાહવાહી અને વિરોધીઓની નબળાઈ કરી લોકોને પોતાના તરફ મત મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ ચૂંટણી તંત્ર પણ મતદાન જાગૃતિ અને વધુને વધુ લોકો મતદાન તરફ પ્રેરાઇ તેવા પગલાં લઇ રહ્યું છે. આ બન્નેની દોડધામ વચ્ચે પ્રજા શુ ઈચ્છે છે. તેંની શુ માગણી છે તે સામાન્ય રીતે કોરાણે મુકાઈ જતી હોય છે.રાજકીય પક્ષ ધર્મ જાતિ પ્રાંત સંપ્રદાયની વાતો તો કરે છે પરંતુ લોકો સાચી જરૂરિયાત પૂરી થતી ન હોવાની ફરિયાદ ઉઠતી રહે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું નવસર્જન ટ્રસ્ટ મતદારોમાં જાગૃતિ માટે અનોખું અભિયાન હાથ ધર્યું છે. નવસર્જન ટ્રસ્ટના આગેવાન મહેશભાઈ રાઠોડ અને શૈલેષભાઈ મકવાણા તેમજ તેંમની ટીમ દ્વારા લાકડાથી બનેલ 9 ફૂટ ઉંચું ઇવીએમ, વિવિપેટ મશીન તેમજ 295 ફૂટ લાંબા બેનર સાથે રાજ્યના અલગ અલગ જિલ્લામાં ફરી રહ્યા છે.

આ ટીમ આગામી દિવસમાં 90 તાલુકામાં ફરી દલિત સમાજના મતદારોને મળે છે અને આઝાદીના સમયથી આજ દિન સુધી જે પણ પક્ષના ઉમેદવાર આવ્યા હોય તેમણે આભડછેટ મુકિત માટે કોઈ નક્કર કાર્યવાહી ન કરી હોય એથી ઊલટું આઝાદી બાદ દલિત સાથે વધુને વધુ આભડછેટ થઈ રહ્યો હોય અને અન્યાય થઈ રહ્યો હોવવાનું જણાવ્યું હતું. આ તકે મહેશેભાઇ જણાવ્યું હતું કે તેઓ વધુને વધુ લોકોને ચૂંટણીમાં મતદાન કરવા પ્રેરિત કરશે સાથે સાથે એ વાત પણ જરૂર કહેશે કે પણ રાજકીય પક્ષ કે ઉમેદવાર આગામી દિવસોમાં આભડછેટ મુક્તિ માટે પ્રયાસ કરશે અને દલિત કે કચડાયેલા સમાજને થતા અન્યાય મુદે યોગ્ય કાયદાકિય પગલાં લેવા વિશ્વાસ આપાવશે તેવા ઉમેદવારને જ મતદાન કરવા અપીલ કરી હતી.આ ટીમ આગામી દીવસોમાં 90 તાલુકામાં ફરી લોકજાગૃતિ અભિયાન ચલાવશે તેમ પણ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW