HomeGujaratCentral Gujaratભંગારમાં ઈ રિક્ષા ! પ્રજામાં ભારે રોષ, તંત્ર મૌન

ભંગારમાં ઈ રિક્ષા ! પ્રજામાં ભારે રોષ, તંત્ર મૌન

વડોદરા શહેરમાં પ્રદૂષણ ઘટાડવા અને ઈ વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે 40 ઇ-રિક્ષાઓની ખરીદી કરવામાં આવી હતી. જેમાંથી 20 જેટલી ઈ-રીક્ષાઓ વડોદરાના કાલુપુરા સ્ટોર ખાતે ધૂળ ખાતી પડેલી નજરે પડી છે.

તંત્રની બેદરકારી જોવા મળી છે. મોટા ઉપાડે ખરીદાયેલી આ રીક્ષા માત્ર 3થી 4 વર્ષમાં ભંગાર હાલતમાં થઈ છે.સૌથી મહત્વની વાત એ છે કે, 4 વર્ષ પહેલા ખરીદાઈ હતી. જેમાં બે વર્ષ કોરોનામાં ગયા અને એક કરતા વધુ વર્ષથી આ રીક્ષા ભંગાર હાલતમાં છે. હવે કેટલો સમય આ રીક્ષા ફરી ભંગાર હાલતમાં નાખી દેવી પડી તે એક સવાલ છે. વડોદરા શહેરમાં ગો ગ્રીનના કોન્સેપ્ટ હેઠળ અને પ્રદૂષણ ઘટાડવા માટે વર્ષ 2017.18માં પાલિકા દ્વારા કરોડોના ખર્ચે 40 ઈ-રીક્ષા ખરીદી કરવામાં આવી હતી.

એક તરફ પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધી રહ્યા છે, ત્યારે ઇ-રિક્ષાનો ઉપયોગ પ્રદૂષણ અને ખર્ચની દૃષ્ટિએ ફાયદાકારક નીવડી શકે તેમ છે. જોકે પાલિકાની બેદરકારીના કારણે પાલિકાની 40 પૈકીની 20 જેટલી ઈ-રીક્ષાઓ ભંગાર બની છે. માત્ર 4 વર્ષમાં અડધોઅડધ રિક્ષા કાલુપુરા સ્થિત પાલિકાના સ્ટોર ખાતે ધૂળ ખાતી ભંગાર હાલતમાં જોવા મળતાં તંત્ર સામે ભારે રોષ પ્રવર્ત્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW