કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન સાથે કોઇ મંત્રણાનો સ્પષ્ટ ઇનકાર કરતાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બુધવારે જણાવ્યું હતું કે તેમની સરકારને જમ્મુ અને કાશ્મીરના લોકો સાથે મંત્રણામાં વધુ રસ છે. ગૃહપ્રધાને સંપૂર્ણ પારદર્શકતા સાથે વિધાનસભાની ચૂંટણી યોજવાની પણ બાંયધરી આપી હતી. 5 ઓગસ્ટ 2019માં કલમ 370ની નાબૂદી પછી કાશ્મીર ખીણમાં પ્રથમ જનસભામાં 27 મિનિટના પ્રવચનમાં અમિત શાહે ત્રણ પરિવારો, મુફ્તી એન્ડ કંપની અને અબ્દુલ્લા એન્ડ સન્સનો વારંવાર ઉલ્લેખ કરીને વિપક્ષો નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને કોંગ્રેસના નેતાઓની આકરી ઝાટકણી કાઢી હતી. આ જનસભા બારામુલ્લા જિલ્લાના શૌકત અલી સ્ટેડિયમમાં યોજાઈ હતી.
ઓગસ્ટ 2019માં કલમ 370ની નાબૂદી પછી કાશ્મીર ખીણમાં પ્રથમ જનસભામાં 27 મિનિટના પ્રવચનમાં અમિત શાહે ત્રણ પરિવારો, મુફ્તી એન્ડ કંપની અને અબ્દુલ્લા એન્ડ સન્સનો વારંવાર ઉલ્લેખ કરીને વિપક્ષો નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને કોંગ્રેસના નેતાઓની આકરી ઝાટકણી કાઢી હતી. આ જનસભા બારામુલ્લા જિલ્લાના શૌકત અલી સ્ટેડિયમમાં યોજાઈ હતી. જમ્મુ અને કાશ્મીરના વિકાસના અભાવ માટે ગૃહપ્રધાને અબ્દુલ્લા પરિવાર (નેશનલ કોન્ફરન્સ), મુફ્તી પરિવાર (પીડીપી) અને નહેરુ-ગાંધી (કોંગ્રેસ)ને જવાબદાર ઠેરવ્યા હતા, કારણ કે દેશની આઝાદી પછી મોટાભાગના વર્ષોમાં તેમણે જમ્મુ કાશ્મીરમાં સત્તા ભોગવી હતી.
અમિત શાહે જણાવ્યું હતું કે અહીં 70 વર્ષ શાસન કરનારા લોકો મને પાકિસ્તાન સાથે મંત્રણાની સલાહ આપે છે. મારો સ્પષ્ટ ઇરાદો છે કે હું પાકિસ્તાન સાથે મંત્રણા કરીશ નહીં, પરંતુ બારામુલ્લાના મારા ગુજ્જર, પહાડી અને બકરવાલ સમાજના ભાઇઓ સાથે વાત કરવા માગું છું. હું કાશ્મીરના યુવાનો સાથે વાતચીત કરીશ. ત્રાસવાદને કારણે કાશ્મીરે શું હાંસલ કર્યું તેનો વિચાર કરો? આજે દેશના દરેક રાજ્ય આગળ વધી રહ્યાં છે અને કાશ્મીરે તાલ મિલાવવો પડશે. આપણે ત્રાસવાદીઓ દર્શાવેલા માર્ગ પર ચાલી શકીએ નહીં. કાશ્મીરના યુવાનો દેશના વિકાસના માર્ગ પર ચાલશે. તેઓ શિક્ષણ અને રોજગારી મેળવીને કોર્પોરેટ ક્ષેત્રમાં સામેલ થશે.

