રિલાયન્સ જિયોના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું છે કે જિયો ભારતમાં સસ્તી 5જી સેવા લાવશે. તેમણે 5Gના લોન્ચિંગ સમયે ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસમાં કહ્યું હતું કે, ‘ભારતે ભલે થોડી શરૂઆત કરી હોય, પરંતુ અમે વિશ્વ કરતાં ઉચ્ચ ગુણવત્તાવાળી અને વધુ સસ્તું 5G સેવાઓ લોન્ચ કરીશું.
મુકેશ અંબાણીએ કહ્યું, ‘હું ડિસેમ્બર 2023 સુધીમાં આપણા દેશના દરેક શહેર, દરેક તાલુકા અને દરેક ગામમાં 5G લાવવાની Jioની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવા માંગુ છું. Jioની મોટાભાગની 5G ટેક્નોલોજી ભારતમાં વિકસાવવામાં આવી છે, તેથી તેના પર આત્મનિર્ભર ભારતનો સ્ટેમ્પ છે. ભારતમાં 5Gનું રોલઆઉટ ભારતના ટેલિકોમ્યુનિકેશન ઇતિહાસમાં સામાન્ય ઘટના નથી. તે 140 કરોડ ભારતીયોની આશાઓ અને ઉચ્ચ આકાંક્ષાઓને પોતાના ખભા પર લઈ જાય છે.
5G સાથે, ભારત સબ કા ડિજિટલ સાથ અને સબ કા ડિજિટલ વિકાસ તરફ મજબૂત પગલું ભરશે.જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તમારે રિચાર્જ માટે કેટલા પૈસા ખર્ચવા પડશે. પરંતુ ટેલિકોમ કંપનીઓ 5G પ્લાનની કિંમત વિશે સતત કહી રહી છે કે તે 4G જેવી જ હશે. તે નિશ્ચિત છે કે 5G રિચાર્જનો ખર્ચ 4G કરતાં વધુ હશે, પરંતુ વિશ્વના અન્ય દેશોની તુલનામાં આપણો ખર્ચ ઓછો હોઈ શકે છે.