દેશમાં મોંઘવારીને વધુ વેગ આપતા એક નિર્ણયમાં ભારતીય રેલવેએ નુર-ભાડા પર 15% નો બીઝા સીઝન ચાર્જ અમલી બનાવ્યા બાદ હવે રેલવેના મુસાફર ભાડામાં પણ તા.1 ઓકટોથી વધારો ઝીંકી દીધો છે જે તા.1 ઓકટોબરથી લાગુ થઈ ગયા છે. રેલવેએ મુસાફરો માટેની મેલ-એકસપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટનો દરજજો આપીને આ પ્રકારની તમામ ટ્રેનોના મુસાફર ભાડામાં વધારો કર્યો છે.
છેલ્લા ચાર દશકામાં મેઈલ-એકસપ્રેસ ટ્રેનની રફતાર સરેરાશ 50થી58 કિ.મી.ની રહી છે જયારે રાજધાની-શતાબ્દી દુરન્તો વિ. ટ્રેન સરેરાશ 70-85 કિ.મી. પ્રતિકલાક દોડે છે. હાલમાં જ રેલવેએ જે તેનું નવું ટાઈમ ટેબલ અમલમાં મોટાભાગની પેસેન્જર ટ્રેનનો દરજજો મેઈલ કે એકસપ્રેસ કરી દીધા છે. જેથી તેના બેઝીક ભાડા વધી ગયા છે. ઉપરાંત તેમાં રીઝર્વેશન ચાર્જ વિ. વધી ગયા છે. રેલવે અગાઉ 325 કી.મી.ના અંતરમાં દોડતી ટ્રેનોને પેસેન્જર ગણતી હતી પણ હવે આ અંતરથી ઓછા અંતરે દોડતી અનેક ટ્રેનોને મેઈલ એકસપ્રેસનો દરજજો આપી દીધો અને તે રીતે તેના ભાડા વધારી દીધા છે.
રેલવેએ દેશભરમાં વધુ 130 ટ્રેનોને સુપરફાસ્ટનો દરજજો આપી દીધો છે અને તેની સ્પીડ તથા સુવિધા વધારી હોવાનો દાવો કર્યો છે. પરંતુ તેની સાથે તમામ સુપરફાસ્ટ ટ્રેનોના મુસાફર ભાડામાં વધારો કર્યો છે. જે મુજબ એસી-ફસ્ટ તથા એકઝીકયુટીવ શ્રેણીમાં પ્રતિ ટિકીટ રૂા.75નો વધારો કર્યો છે. એસી સેક્ધડ અને થર્ડ એસી તથા ચેરકારમાં રૂા.45 અને સ્લીપરમાં રૂા.30 પ્રતિ ટિકીટ ભાવ વધાર્યા છે. રેલવેના નિયમથી પ્રતિકલાક 56 કી.મી.ની રફતાર પર જે મુસાફર ટ્રેન દોડતી હોય તેને સુપરફાસ્ટ દરજજો આપવામાં આવ્યો છે.

