HomeGujaratમોરબીમાં પાટીદાર સમાજના શિક્ષકોના સ્નેહમિલન સહિત ચતુર્વિધ સમારોહ યોજાયો

મોરબીમાં પાટીદાર સમાજના શિક્ષકોના સ્નેહમિલન સહિત ચતુર્વિધ સમારોહ યોજાયો

મોરબીમાં પાટીદાર શિક્ષક સમાજ સ્નેહમિલન,રાસોત્સવ, મોટિવેશન અને તેજસ્વિતા સન્માનને સાંકળતા ચતુર્વિધ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર, કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ જોડાયા હતા અને આ તકે તેમણે જણાવ્યું હતું કે, ભાવિ ભારતના ઘડતરમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે તેવા શિક્ષકશ્રીઓના ચરણોમાં હું વંદન કરું છું. તેજસ્વી તારલાઓના સન્માનને વધાવતા તેમણે જણાવ્યું હતું કે, આ સન્માનથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે છે અને અન્યને પણ પ્રેરણા મળે છે.

આ ચતુર્વિધ સમારોહ કાર્યક્રમમાં મંત્રી સાથે ટંકારા ધારાસભ્ય લલીતભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, મોરબી નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેનશ્રી સુરેશભાઈ દેસાઈ, મોરબી તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન રાકેશભાઈ કાવર, અગ્રણી જયંતીભાઈ પટેલ, જિગ્નેશભાઇ કૈલા, સુશિલાબેન મેરજા તથા વસંતભાઈ ગોરીયા, જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ વીડજા, શિક્ષણવિદ પી.ડી. કાંજિયા, કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલીયા, મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ વિનોદભાઈ ગોધાણી તેમજ બહોળી સંખ્યામાં શિક્ષકઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW