HomeGujaratમશાલની વાડી ખાતે 25 ફૂટ ઉચાઇના રાવણનું દહન કરાયું

મશાલની વાડી ખાતે 25 ફૂટ ઉચાઇના રાવણનું દહન કરાયું

નવદુર્ગાની આરાધનાનું પર્વ રંગેચંગે પૂર્ણ થયું છે. 2 વર્ષ બાદ પાર્ટી પ્લોટમાં રાસ ગરબાનું આયોજન થતા ખેલૈયા મનમુકીને ગરબે ઘુંમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી તો આજે અસત્ય પર સત્યના વિજય સમાં દશેરા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. અસત્ય પર સત્યની વિજયનો પર્વ વિજયા દશમી પર્વની ઉજવણી માટે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યો છે જે મુજબ મોરબીના મશાલવાડી વિસ્તારમાં રામલીલા નાટક બાદ 25 ફૂટ ઉંચાઈના રાવણના પૂતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું. રાવણ દહન પહેલા રામ રાવણનું યુદ્ધ ભજવાયુ હતું આ તકે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જે પટેલ મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર ભાજપ અગ્રણી કે કે પરમાર તેમજ વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો પહોચ્યા હતા અને આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ

આ સિવાય જેતપર ગામમાં પણ રાવણ દહન કરી અસત્ય પર સત્યના વિજયનો સંદેશ આપવામાં આવશે જેતપર ઉપરાંત મોરબી જિલ્લાના વિવિધ ગામમાં રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW