ગુજરાત વિધાનસભાના ચૂંટણી2022 હવે ધીમે ધીમે નજીક આવે છે. ત્યારે વિવિધ આંદોલન કાર્યો પોતાની માગણી સંતોષવા માટે સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. CNG ગેસમાં પણ છેલ્લા એક વર્ષની અંદર 31 રૂપિયા જેટલો વધારો થતા રીક્ષા ચાલકો પણ હોય સરકાર સામે લડી લેવાના મૂડમાં છે.
અમદાવાદરીક્ષા ચાલક એસોસિએશન દ્વારા 8 ઓક્ટોબરના રોજ કલેક્ટર ઓફિસમાં 72 કલાકનું ભૂખ હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે.માંગરીક્ષા ચાલક દ્વારા માંગ કરવામાં આવી છે કે રીક્ષા ચાલકોને સબસીડી આપવામાં આવે અથવા તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ ટેક્સ લગાવવામાં આવ્યો છે.
ટેક્સમાં ઘટાડો કરી રીક્ષાચાલકને રાહત આપવામાં આવે તેવી માગણી કરી છે. 8 ઓક્ટોબરના રોજ 72 કલાક માટે ભૂખ હડતાલ પર જવાનું નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારબાદ 11 તારીખે રવિવારના રોજ સમગ્ર ગુજરાત રિક્ષાચાલક એસોશિયનની એક મહત્વની બેઠક મળશે. ત્યાર પછી સરકાર સામે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

