Tuesday, December 5, 2023
HomeSportsT20 વર્લ્ડ કપમાંથી બુમરાહ બહાર

T20 વર્લ્ડ કપમાંથી બુમરાહ બહાર

Advertisement
Advertisement

16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં શરુ થઈ રહેલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડીયા એક તગડો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડીયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને ઈજાને કારણે T20 વર્લ્ડ કપમાંથી સંપૂર્ણ આરામ અપાયો છે.

બુમરાહની ગેરહાજરી ટીમ ઈન્ડીયાની જીતની આશા પર પાણી ફેરવી શકે છે. બૂમરાહ હાલમાં પીઠની ઈજાથી પરેશાન છે અને તેને આરામ જરુરી હોવાથી બીસીસીઆઈએ આ નિર્ણય લીધો છે. બૂમરાહને હાલમાં રમાઈ રહેલી સાઉથ આફ્રિકા સામેની ટી20 સિરિઝમાંથી પણ આરામ અપાયો હતો અને હવે તેને ટી20 વર્લ્ડ કપમાંથી બહાર રખાયો છે.

બીસીસીઆઈની મેડિકલ ટીમે પણ બુમરાહને T20 વર્લ્ડ કપમાં આરામ અપાયો હોવાનું પુષ્ટ કર્યું છે. મેડિકલ ટીમે કહ્યું કે જસપ્રિત બુમરાહ આઈસીસી પુરુષ ટી20 વિશ્વ કપમાંથી બહાર થઈ ગયો છે. ટીમે કહ્યું કે વિસ્તૃત મૂલ્યાંકન અને એક્સપર્ટની સલાહને આધારે બુમરાહને ટી20 વર્લ્ડ કપમાંથી બહાર રાખવાનો નિર્ણય લેવાયો છે.ટૂંક સમયમાં બુમરાહની બદલીના ક્રિકેટરનું નામ જાહેર કરાશેમેડિકલ ટીમના કહેવાનુસાર, બુમહારને બદલે કોને લેવામાં આવશે તેનો નિર્ણય ટૂંક સમયમાં કરવામાં આવશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

16,367FansLike
10FollowersFollow
1,000SubscribersSubscribe

TRENDING NOW