HomeGujaratદમણ દીવના 4 નેતાઓ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ

દમણ દીવના 4 નેતાઓ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ

દમણઃ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ પાર્ટી (AICC) એ દમણ દીવના 4 નેતાઓને કોંગ્રેસ પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. AICC પ્રભારી માણિકરાવ ઠાકરેએ આદેશ જારી કરીને કહ્યું કે દમણના કોંગ્રેસી નેતા ખુર્શીદ માંજરા, દીવના કોંગ્રેસી નેતા નરસિંહ ચારણિયા, જીવાભાઈ નાથુ બારિયા અને જયંતિ ચારણિયાને પાર્ટીનો વિરોધ કરવા બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દમણ દીવ પ્રદેશ પ્રમુખ કેતન પટેલે પીટીઆઈને જણાવ્યું હતું કે હાઈકમાન્ડને માહિતી મળી હતી કે આ ચાર કોંગ્રેસી નેતાઓએ લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ કામ કર્યું હતું. આ અંગે હાઈકમાન્ડે કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW