HomeGujaratમોરબી માળીયાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જી. પં. ઉપપ્રમુખની રજૂઆત

મોરબી માળીયાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જી. પં. ઉપપ્રમુખની રજૂઆત

મોરબી-માળિયા મિયાણા પંથકમાં ચાલુ સીઝનમાં સામાન્ય કરતા વધુ વરસાદ થયો છે જેના કારણે ચોમાસું પાકને ભારે નુકશાન થયું છે આ બાબતે અનેક ગામના ખેડૂતો, સરપંચ સહિતનાએ કલેકટરથી લઇ સીએમને રજૂઆત કર્યા બાદ પણ સરકાર દ્વારા આ અંગે કોઈ જાહેરાત કરવામાં નથી જે બાદ કોંગ્રેસ દ્વારા પણ ગ્રામ્ય કક્ષાએ રજૂઆતના દૌર ચલાવતા હવે ભાજપમાંથી પણ ધીમેધીમે મોરબી માળિયાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા માંગણી થવા લાગી છે મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા દ્વારા સીએમ કૃષિ મંત્રી રાઘવજી પટેલ,ખેતી નિયામક સહિતનાને લેખિત રજૂઆત કરી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે મોરબી માળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં શરુઆતમાં વાવણી લાયક વરસાદ થયા બાદ અચાનક એક સાથે વધુ વરસાદ થવાથી ચોમાસું પાકને મોટા પાયે નુક્શાન થયું હોવાથી મોરબી માળિયા પંથકને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી રાહત પેકેજ આપવા માંગણી કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW