HomeGujaratહળવદના અજીતગઢમાં અગરિયાઓનું સંમેલન યોજાયું

હળવદના અજીતગઢમાં અગરિયાઓનું સંમેલન યોજાયું

હળવદ તાલુકાના અજીતગઢ ગામે આવેલા રામદેવજી મંદિર ખાતે તારીખ 29 ના રોજ અગરિયા હિત રક્ષક સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગરિયાઓનું સંમેલન રાખવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મ રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજના ઓની જાણકારી જે તે વિભાગના અધિકારીઓ દ્વારા અગરિયાઓને આપવામાં આવી હતી.સાથે સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને અગરિયા હિત રક્ષક મંચ દ્વારા પણ આગામી મીઠા ની સિઝનમાં અગરિયાઓને જરૂરી સુવિધાઓની અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
આ સંમેલનમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર મોરી અગરિયા ઇત રક્ષક મંચના ના પ્રમુખ હરીનેશભાઈ અગરિયા અગરિયા હિત રક્ષક મંચના કોર્ડીનેટર મારુતિ સિંઘ બારૈયા તેમજ અલગ અલગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW