HomeGujaratગાંધીનગરમાં ફાયરિંગ, સાયકલ પર જતા યુવકનું મૃત્યુ

ગાંધીનગરમાં ફાયરિંગ, સાયકલ પર જતા યુવકનું મૃત્યુ

પાટનગરમાં ફાયરિંગની ઘટના સામે આવતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સેક્ટર-11માં સાઈકલ પર નોકરીએ જઈ રહેલા એક 35 વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જે ગૃહ વિભાગમાં વર્ગ 4નો કર્મચારી હતી.

ભયનો માહોલ: આ ઘટના સામે આવતા આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બાઈક પર આવેલા બે શખ્સોએ આ હત્યાકાંડને અંજામ આપ્યો છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અજ્ઞાત હુમલાખોરોની તપાસ પોલીસે હાથ ધરી હતી. આ બનાવને પગલે રોડ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ હતી.

કોણ છે આ: મૃતકની ઓળખ કિરણ ઠાકોર તરીકે થઈ છે. જે ગાંધીનગરના ઈંદ્રોડાના ગામમાં રહે છે અને તેના પરિવારમાં પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. કિરણ સચિવાલય ખાતે રોજમદાર તરીકે નોકરી કરતો હતો. સવારના સમયે કિરણ નોકરીએ જવા માટે સાઈકલ લઈને નીકળ્યો હતો. દરમિયાન સેક્ટર-11માં બાઇક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ કિરણનો પીછો કર્યો અને તક મળતા જ ફાયરિંગ કરીને ભાગી ગયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW