મોરબીની સોનેક્ષ ઈન્ડસ્ટ્રીઝ નામની સિરામિક ફેક્ટરીમાંથી મૂળ તમિલનાડુની કે સી પી નામની પેઢી દ્વારા 2019 માં રૂ. 6,01,900 ની કિંમતનો ઉધાર માલ લીધો હતો જે પૈકી રુ. 3,86,976 જેટલી રકમ પેઢી દ્વારા લાંબા સમય સુધી પેમેન્ટ કરવામાં ન આવતા સોનેક્ષ ઇન્ડસ્ટ્રીઝના નિમેશ કરશનભાઈ જેતપરિયા દ્વારા કે સી પી પેઢીના પ્રોપ્રરાઈટર ચંદ્ર શેખર રવિશંકર પાસે પેમેન્ટ બાબતે અનેક વાર ઉઘરાણી કરવા છતાં પેમેન્ટ ન આવતા અંતે લીગલ નોટીસ આપી પેમેન્ટ પૂર્ણ કરવા જણાવ્યું હતું તેમ છતાં કેસીપી પેઢી દ્વારા પેમેન્ટ ન કરવામાં તેમને નુકશાન થાય તેમ છે તેનાથી ધંધાકીય વ્યવહાર ખોરવાતો હોવાથી કોર્ટનું શરણ લીધું હતું જેના તેમને કાયદેસર મળવા પાત્ર રકમ પેઢી પાસેથી વસુલ કરવા પેઢીની સ્થાવર કે જંગમ મિલકત વસુલ થઇ શકે તેવી દાદ માગતી અપીલ કરી હતી
જે બાદ સેકન્ડ એડીશનલ સિવિલ જજ અને જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં કેસીપી પેઢીના પ્રોપ્રાઈટરને નોટીસ આપી કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો હતો જોકે કે સી પી પેઢીના પ્રોપરાઈટર રૂબર હાજર થયા ન હતા કે કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો ન હતો જે બાદ મેજીસ્ટ્રેટે સોનેક્ષ ઇન્ડસ્ટ્રીઝનો અંશત દાવો મંજુર રાખી કેસીપીને રૂ 3.86 લાખ 9 % વ્યાજ સાથે ચુકવવા આદેશ કર્યો હતો તેમજ બને પક્ષકારને કોર્ટકેસ લગતા ખર્ચ પોતાની રીતે ભોગવવા જણાવ્યું હતું

