મોરબીના રવાપર રોડ પર આવેલ બેંકનું એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કરવાની ઘટના બની હતી. હજુ આ ઘટનાએ એક સપ્તાહ જેટલો પણ સમય ન થયો નથી ત્યા ફરી એકવાર એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઘટનામાં મેનેજર દ્વારા 3 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના બેલા ગામના પાદરમાં આવેલ એક્સિસ બેન્કના એટીએમને ગુરુવારે રાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને સિક્યુરિટી ગાર્ડ વગરના બિનવારસી એટીએમને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ખૂબ પ્રયાસ એટીએમ તોડી ચોરી કરવા મથ્યા હતા જોકે એટીએમની કરન્સી ચેસ્ટ ન તૂટતાં અચાનક સાયરન વાગવા લાગતા બેંકના મુંબઈ ખાતેના કમાન્ડ કન્ટ્રોલ દ્વારા બ્રાન્ચ મેનેજર રાકેશ ગોંડલીયાને નવા ફોન કરવામાં આવ્યો હતો કે બેલા પાસેના એટીએમનું સાયરન ચાલુ થયેલ હોય કોઇ શંકાસ્પદ ઘટના હોવાની જાણ કરતા મેનેજરે પીપડી ગામ નજીક રહેતા ડે મેનેજર કમલેશભાઈને જાણ કરતા તેઓએ તાત્કાલિક તપાસ કરતા એટીએમની તપાસ કરતા તેમાં ચોરીનો પ્રયાસ થયો હોવાની જાણ થઈ હતી જે બાદ કમલેશભાઈએ તાલુકા પોલીસનો સંપર્ક કરતા પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે આરોપીની શૉધખોડ હાથ ધરી હતી.

