HomeGujaratમોરબી : જે પી નડ્ડાના રોડ શોમાં સફાઈ કામગીરીમાં બેદરકારી દાખવનાર સેનેટરી...

મોરબી : જે પી નડ્ડાના રોડ શોમાં સફાઈ કામગીરીમાં બેદરકારી દાખવનાર સેનેટરી ઇન્સ્પેકટરને ચીફ ઓફિસરે કારણ દર્શક નોટીસ ફટકારી

મોરબીમાં ગત મંગળવારના રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા,સીએમ ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ સહિતનાનો રોડ શો યોજાયો હતો આ રોડ શો પૂર્વે મોરબી પાલિકાથી લઇ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર ઊંધા માથે જોવા મળ્યું હતું અને સમય ગેટથી લઇ યદુનંદન ચોક સુધી સફાઈ રોડના ખાડા બુરવા રખડતા ઢોર દુર કરવા સહિતની અનેક કામગીરી જોવા મળી હતી જોકે આ કામગીરી પૂર્ણ ન હોવાનું વહીવટી તંત્રના ધ્યાને આવતા આ અંગે ચીફ ઓફિસરને સુચના આપવામાં આવતા પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા પાલિકાના સેનિટેશન વિભાગના સેનિટેશન ઇન્સ્પેકટર અને ઇચા મેલેરીયા ઓફિસર કૃષ્ણસિંહ જાડેજાને ગુજરાત રાજ્ય સેવા વર્તુણક નિયમ 1971ના અધિનિયમ 3 (1) અંતર્ગત કારણદર્શક નોટીસ ફટકારી હતી અને રોડ શો પૂર્વે રૂટની બરાબર સફાઈ ન કરાવવા,સ્ટાફ પાસે સમય મર્યાદામાં પરીણામ લક્ષી કામ ન લઈ શકવા વીઆઈપી રૂટની સફાઈ માટે માણસો કે મશીનરી પુરતી ન ફાળવવા સહિતની અનેક બેદરકારી અંગે ખુલાસો પૂછવામાં આવ્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW