HomeGujaratબનાસકાંઠામાં ગાયોને રસ્તા પર છોડી દેવાઇ, ટ્રાફિક જામ

બનાસકાંઠામાં ગાયોને રસ્તા પર છોડી દેવાઇ, ટ્રાફિક જામ

ગુજરાત સરકાર વતી 500 કરોડની સહાય મામલે અનેક આવેદનો છતાંય સહાય ના ચૂકવાતા આંદોલન ઉગ્ર બની ગયું છે

ચક્કાજામ: ઉત્તર ગુજરાતમાં પાંજરાપોળ સંચાલકોએ ગાયોને રસ્તા પર છોડી દીધી છે. પશુઓને સરકારી કચેરીમાં છોડવામાં આવી રહેતા દોડધામ મચી ગઇ છે. ડીસા-થરાદ હાઇવે પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા. હાઇવે પર માત્ર અને માત્ર ગાયો જ જોવા મળી રહી છે. વહેલી સવારથી સરકારી કચેરીઓ માં ગાયો છોડ્યા બાદ હાઇવે ઉપર પણ ગાયોને છોડી દેવાઇ છે.

અટકાયત શરૂ: ડીસા કાંટ પાંજરાપોળના પશુઓને છોડી મૂકવામાં આવ્યા છે. ડીસા તાલુકા પોલીસે પાંજરાપોળ આગળ બેરીકેડ લગાવ્યા પરંતુ તેની કોઇ અસર થઇ નથી. લાખણીમાં પણ ગૌશાળા અને પાંજરાપોળના પશુઓ છોડી મુકાયા. લાખણી તાલુકાના ગેળા,સેકરા અને લાખણી ના પશુઓને રોડ ઉપર છોડી મુકાયા. પશુઓને રોડ ઉપર છોડી મુકાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ગૌશાળા પાંજરાપોળના સંચાલકોને ડીસા તરફ જતા રોકવામાં આવ્યા. અમુક ગૌશાળા સંચાલકની અટકાયત કરાઇ.

અમલવારી સામે સવાલ: 500 કરોડની ગૌશાળા પાંજરાપોળ નિભાવ માટેની જાહેરાત બાદ અમલવારી ન થઈ. સરકારી જાહેરાત બાદ અમલવારી ન થતા ગૌશાળા પાંજરાપોળ નો નિભાવ અઘરો બન્યો. સરકારમાં અનેક વખત રજૂઆત છતાંય નિરાકરણ ના આવતા પાંજરાપોળના અને ગૌશાળાના સંચાલકો રોષે ભરાયા છે. આખરે ના છુટકે ગૌશાળા અને પાંજરાપોળમાંથી ગાયોને છોડી મુકવાની ફરજ પડી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW