HomeNationalબેન્ક સેવા ખાડે ગઈ, કેન્દ્રને મળી અઢળક ફરિયાદ

બેન્ક સેવા ખાડે ગઈ, કેન્દ્રને મળી અઢળક ફરિયાદ

છેલ્લા 8 મહિનામાં કેન્દ્રને લોકોની ભ્રષ્ટાચાર અંગેની 46,000 થી વધુ જાહેર ફરિયાદો મળી છે. તાજેતરના અહેવાલ મુજબ તેમાંથી સૌથી વધુ ફરિયાદો નાણાકીય સેવા વિભાગ સામે છે.

ફરિયાદ થઈ: ભ્રષ્ટાચારની ઉપરોક્ત શ્રેણી હેઠળ સૌથી વધુ ફરિયાદો પ્રાપ્ત થઈ છે. જેમાં આ વર્ષે DFS (બેંકિંગ વિભાગ) ને 14,934 ફરિયાદો મળી છે. DFS (વીમા વિભાગ) ને 3,306 ફરિયાદો સાથે બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત થયું છે.

મોટો આંકડો: રિપોર્ટ અનુસાર ભ્રષ્ટાચાર વિરોધી કેસોની નોડલ ઓથોરિટી, ‘ધ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેઈનિંગ’ને આવી 2,223 ફરિયાદો મળી છે. છ આ ફરિયાદો સેન્ટ્રલાઈઝ પબ્લિક ગ્રિવન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (CPGRAMS) દ્વારા પ્રાપ્ત થઈ હતી. CPGRAMS એક ઓનલાઈન સિસ્ટમ છે. તે નાગરિકોને સરકારી વિભાગો સામે ફરીયાદ કરવાની મંજૂરી આપે છે. CPGRAMSના ઓગસ્ટ 2022ના રિપોર્ટ પ્રમાણે આ વર્ષે ભ્રષ્ટાચાર શ્રેણી હેઠળ 46,627 જેટલી ફરિયાદો મળી છે.

CPGRAMSમાં જાહેર ફરિયાદોના નિકાલનો સમયગાળો 45 દિવસથી ઘટાડીને 30 દિવસ કરવામાં આવ્યો છે. છેલ્લા 5 વર્ષોમાં CPGRAMS પોર્ટલ ઉપર સરેરાશ 19 લાખ જેટલી ફરિયાદો પ્રાપ્ત થઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW