HomeGujaratCentral GujaratST કર્મીઓના આંદોલનનો અંત, સરકારે કહ્યું યસ

ST કર્મીઓના આંદોલનનો અંત, સરકારે કહ્યું યસ

પાટનગર ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી વિસ્તારમાં આંદોલનકારીઓનો ભારે મોટો મેળાવડો જોવા મળી રહ્યો છે. જોકે તે પૈકી એસટી (ST) નિગમના કર્મચારીઓનું આંદોલન સમેટાયું છે અને રાજ્યમાં ગુજરાત એસટી કર્મચારીઓની જીત થઈ છે.

7 કલાક ચર્ચા: રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અને એસટી નિગમના કર્મચારીઓ વચ્ચે અડધી રાતે બેઠક યોજાઈ હતી જેમાં એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. બેઠકમાં એસટી નિગમના વિવિધ યુનિયન સાથે તેમની ગ્રેડ પે, મોંઘવારી ભથ્થા સહિતની 25 જેટલી માગણીઓ અંગે ચર્ચા થઈ હતી અને આશરે 7 કલાક સુધી ચાલેલી બેઠકમાં તમામ મુદ્દાઓનું નિરાકરણ આવ્યું છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રીએ એસટી નિગમના કર્મચારીઓની તમામ મુદ્દાઓની માગણી સ્વીકારીને તે અંગેની સત્તાવાર જાહેરાત કરી છે.

10 માંગ સ્વીકારી; એસટી નિગમના કર્મચારીઓ છેલ્લાં 25 વર્ષથી અલગ-અલગ ભથ્થાઓની માગણી કરી રહ્યા હતા. તેમણે આગામી 22મી સપ્ટેમ્બરથી માસ સીએલ પર ઉતરવાની ચીમકી પણ આપી હતી. જોકે બેઠકમાં સરકાર અને યુનિયન વચ્ચે સમાધાન થયું છે અને સરકારે 10 મુદ્દે માગણીઓનો સ્વીકાર કર્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW