Thursday, November 30, 2023
HomeEntertainmentવિવાદની વાતો વચ્ચે બ્રહ્માસ્ત્ર એ 200 કરોડ કમાયા

વિવાદની વાતો વચ્ચે બ્રહ્માસ્ત્ર એ 200 કરોડ કમાયા

Advertisement
Advertisement

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બ્રહ્માસ્ત્રએ તેના બીજા વિકેન્ડમાં ઘણી કમાણી કરી છે. ફિલ્મે રવિવારે 10મા દિવસે બોક્સ ઓફિસ પર 16.30 કરોડ રૂૂપિયાની કમાણી કરી લીધી છે. તેની રિલીઝના 10માં દિવસે 200 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. રવિવારે ફિલ્મની કમાણીમાં ફરી એકવાર વધારો થયો છે. ફિલ્મે તેના બીજા વીકએન્ડમાં 42 કરોડથી વધુનો ધમાકેદાર બિઝનેસ કર્યો છે.

ફિલ્મ માટે બીજું વીકએન્ડ અપેક્ષા કરતાં સારું રહ્યું છે, કારણ કે પ્રથમ વીકએન્ડ પછી સોમવારથી ફિલ્મની કમાણી સતત ઘટી રહી હતી. શનિવારે કમાણીમાં 50 ટકાનો વધારો થયો હતો, જ્યારે રવિવારે પણ શનિવારની સરખામણીમાં કમાણી 15 ટકા વધી હતી. આ રીતે અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ પણ 200 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે.દેશમાં હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થયેલી ફિલ્મ જોવા માટે રવિવારે સિનેમા હોલની બહાર ભારે ભીડ જોવા મળી હતી. અઠવાડિયાના દિવસોમાં જ્યાં થિયેટરોમાં પ્રેક્ષકોની સંખ્યા ઘટીને 10-15% થઈ ગઈ હતી.

શુક્રવાર, શનિવાર અને રવિવાર, શનિ-રવિમાં શ્રોતાઓની સંખ્યા 40 ટકા સુધી રહી હતી. ફિલ્મે રવિવારે તમામ પાંચ ભાષાઓમાં બોક્સ ઓફિસ પર 16.30 કરોડ રૂૂપિયાનું કલેક્શન કર્યું છે. લગભગ 5-6 કરોડ રૂૂપિયાની કમાણી કરશે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

16,367FansLike
10FollowersFollow
1,000SubscribersSubscribe

TRENDING NOW