HomeNationalઓટો ડ્રાઇવરના નસીબ ચમક્યા, 25 કરોડની લોટરી લાગી

ઓટો ડ્રાઇવરના નસીબ ચમક્યા, 25 કરોડની લોટરી લાગી

એક ઓટો ડ્રાયવરે રવિવારે 25 કરોડ રૂપિયાની ઓણમ બમ્પર લોટરી જીતી છે. તે શેફનું કામ કરવા માટે મલેશિયા જવાની તૈયારી કરી રહ્યો હતો. અહીંના શ્રીવરાહમના રહેવાસી અનૂપે એક દિવસ પહેલા જ લોટરીની ટિકિટ ખરીદી હતી અને બિજા જ દિવસે તેની કિસ્મત ચમકી ઉઠી હતી.

નસીબદાર: ભાગ્ય બદલાતા વાર નથી લાગતી. આવું જ કંઈક કેરળના એક ઓટો ડ્રાઈવર સાથે થયું છે. વિદેશ જવા માટે લોન લેવાની તૈયારી કરી રહેલા ઓટો ડ્રાઈવરને અચાનાક જ 25 કરોડની લોટરી લાગી છે. તેણે એક દિવસ પહેલા ઓણમ બમ્પરની લોટરીની ટિકિટ ખરીદી હતી. ઓટો ડ્રાઇવરની 3 લાખ રૂપિયાની લોન માટેની અરજી એક દિવસ પહેલા જ મંજૂર કરવામાં આવી હતી. અનૂપે જે એજન્સીમાંથી લોટરીની ટિકિટ ખરીદી હતી ત્યાં હાજર મીડિયાકર્મીઓને કહ્યું કે ‘T-750605’ તેમની પહેલી પસંદ ન હતી.

લોનની જરૂર નથી: તેણે કહ્યું કે, તેણે ખરીદેલી પહેલી ટિકિટ તેને પસંદ ન હતી, તેથી તેણે બીજી ટિકિટ લીધી અને જીતી ગયો. મલેશિયા ટ્રાવેલ અને લોન અંગે અનૂપે કહ્યું, ‘બેંકે આજે લોન માટે ફોન કર્યો હતો, પછી મેં કહ્યું કે મને હવે લોનની જરૂર નથી અને હવે મારે મલેશિયા પણ નથી જવું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW