HomeGujaratવાંકાનેર :લેટોજા સિરામિકમાં ચા બનાવતી વખતે ગેસ બાટલો લીકેજ થતા આગ, 4...

વાંકાનેર :લેટોજા સિરામિકમાં ચા બનાવતી વખતે ગેસ બાટલો લીકેજ થતા આગ, 4 મજુર દાઝયા

મોરબી વાંકાનેર તપાસ પંથકમાં વિકસેલા સિરામિક ઉદ્યોગમાં અવારનવાર નાની મોટી દુર્ઘટના સર્જાતી હોય છે ત્યારે ક્યારેક કામ કરતી વખતે તો ક્યારેક ક્વાર્ટરમાં બનતી ઘટનામાં મજૂરો ઈજાગ્રસ્ત થતા હોય છે. શનિવારે પણ આવી એક દુર્ઘટના વાંકાનેરના લીટોજા સિરામિકમાં બની હતી, જેમાં ફેક્ટરીના મજુર ક્વાર્ટરમાં રહેતા મજુર સવારે ચા બનાવતા હતા. તે દરમિયાન આકસ્મિક રીતે ગેસનો બાટલો લીકેજ થતા રૂમમાં આગ લાગી ગઈ હતી.ઘટનામાં રૂમમાં રહેતા આશિષ પાલ,કમલેશ પાલ,સચિન પાલ અને પવન પાલ નામના 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા ઘટનાની જાણ થતા મકનસર લોકેશનની 108ની ટીમના ઇએમટીસાગરભાઈ મેર અને પાઈલોટ પ્રદીપભાઈ પટેલ ઘટના સ્થળે દોડી નામના દોડી ગયા હતા અને વાંકાનેર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં રીફર કરવામાં આવ્યા હતા. બીજી તરફ બનાવની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પણ હોસ્પિટલ ઈજાગ્રસ્ત યુવાનોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW