HomeGujaratપીપળીયા ચાર રસ્તે રૂ.૩.૫ કરોડના ખર્ચે બનશે,સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ભુપેન્દ્ર સરકારની પ્રથમ...

પીપળીયા ચાર રસ્તે રૂ.૩.૫ કરોડના ખર્ચે બનશે,સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ભુપેન્દ્ર સરકારની પ્રથમ વર્ષગાંઠે મળી ભેટ

મોરબી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આરોગ્યની સુવિધાઓ વધુ લોકભોગ્ય બનાવવા માટે મોરબી ખાતે રૂ.પ૦૦-કરોડના ખર્ચે મેડીકલ કોલેજ બનવા જઇ રહી છે.તો ગ્રામ્ય વિસ્તારમાં પણ આરોગ્ય સેવા વધુ સુદ્રઢ બને અને લોકોને સામાન્ય બીમારીમાં પણ મોરબી સુધી ન આવું પડે તે માટે ગ્રામ્ય કક્ષાએ પણ પીએચસી સીએચસી વ્યવસ્થા વધારવાની જરૂરિયાત ઉભી થતા મોરબી માળીયા(મી)ના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશભાઇ પટેલ સમક્ષ અગાઉ રજુઆતો કરી હતી જેને સરકાર દ્વારા હકારાત્મક રીતે લઇ માળીયા(મી) તાલુકાના પિપળીયા ચાર રસ્તે ચાચાવદરડા ગામના સર્વે નંબરમાં રૂ.૩.૫ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંજુર કર્યું છે .

પિપળીયા ચાર રસ્તા કેન્દ્ર એવું છે કે, જ્યા આમરણ ચોવીસીના ગામો, મોરબી તાલુકાના ગામો અને માળીયા(મી) તાલુકાના ગામોના ત્રિભટે આવેલ સ્થળ છે ત્યાં રૂ.૩.૫ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ થવાથી અનેક લોકોને આરોગ્ય સેવાઓનો લાભ મળશે.રાજ્યની નવ નિયુક્ત સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની સરકારમાં મંત્રી તરીકે એક વર્ષ પૂર્ણ થયું છે તે જ દિવસે રૂ.૩.૫ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પોતાના મત-વિસ્તારના લોકોને ભેટ મળી છે ત્યારે બદલ જિલ્લા ભાજપા પ્રમુખ દુર્લભજીભાઇ દેખરીયા, માળીયા(મી) તાલુકા ભાજપા પ્રમુખ મણીલાલ સરડવા, મોરબી તાલુકા ભાજપા પ્રમુખ અરિવંદભાઇ વાસદિયા, માળીયા(મી) તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠોડ, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ રમાબેન ચાવડા, જિલ્લા ભાજપા મહામંત્રીઓ જયુભા જાડેજા, બાબુભાઇ હુંબલ અને રણછોડભાઇ દલવાડી તેમજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા સહિતના આગેવાનઓએ બ્રિજેશ મેરજાને ખાસ અભિનંદન પાઠવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW