HomeGujaratખેડૂતોના પ્રશ્નો મુદે રાજ્યમંત્રીના ઘરે ધરણા કરવા પહોચેલા કિસાન સંઘના કાર્યકરોને પોલીસે...

ખેડૂતોના પ્રશ્નો મુદે રાજ્યમંત્રીના ઘરે ધરણા કરવા પહોચેલા કિસાન સંઘના કાર્યકરોને પોલીસે અધવચ્ચે અટકાવ્યા,ગેટ બહાર જ ધરણા કર્યા

મોરબી સહીત રાજ્યભરમાં આજે ભારત કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વીજળીને એક સરખા ભાવ અને યોગ્ય સમયે આપવામાં આવે જમીન રિસર્વે વખતે જે ગોટાળા કરવામાં આવ્યા છે તેનાથી ભાઈ ભાઈ વચ્ચે દુશ્મના વટ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે જેથી જમીન રિસર્વેમાં થયેલ ગોટાળા દુર કરવા પાક વીમા સહીતના અલગ અલગ 20 પ્રશ્ન મુદે લડત ચલાવી રહ્યા છે. છેલ્લા 20 દિવસથી કિસાન સંઘ દ્વારા ગાંધીનગર ખાતે ધરણા કરવામાં આવી રહ્યા છે.તેમ છતાં સરકાર કોઈ પ્રત્યુતર ન આપ્યો ન હતો

સરકાર દ્વારા યોગ્ય પ્રત્યુતર આપવામાં ન આવતા વિવિધ મંત્રીઓના ઘરનો ઘેરાવ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે મોરબીમાં આજે કિસાન સંઘના કાર્યકરો મોટી સંખ્યામાં રાજ્યમંત્રી બ્રીજેસ મેરજાના વીરપર નજીક આવેલ નાલંદા વિદ્યાલય ખાતેના નિવાસ સ્થળે સવારે ૯થિ ૧૨ વાગ્યા સુધી ધરણા કરવા પહોચી ગયા હતા જોકે રાજ્યમંત્રી ઘર બહાર અગાઉથી જ જિલ્લા પોલીસ વડા દ્વારા ટંકારા પોલીસ એલસીબી,એસઓજી સહિતનો ટીમનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને તેના કારણે કિસાન સંઘના કાર્યકરો મંત્રી મેરજાના નિવાસ સ્થળ સુધી પહોચી શક્યા ન હતા અંતે તમામ કાર્યકરોએ ગેટ બહાર જ મૌન ધરણા કરી ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત પોસ્ટર બેનર તેમજ આવેદનપત્ર થકી રજૂઆત કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW