નિવૃત આર્મીમેનનો મૃતદેહ લેવા પરિવારજનો એમ્બ્યુલન્સ સાથે આવતા પૂર્વ સૈનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મૃતદેહ સ્વીકારવા મામલે પરિવાર અને માજી સૈનિકો વચ્ચે ખટરાગ જોવા મળી રહ્યો છે. Pm રૂમ નજીક આવેલી એમ્બ્યુલન્સને બહાર મોકલી દેવાઈ હતી. મૃતકના દીકરાએ કહ્યું, હું મૃતદેહ લઈ જવાની તરફેણમાં નથી. મારા કાકા આવે અને નિર્ણય થાય એ બાદ જોઈશું.
ગાંધીનગરમાં હંગામો: પૂર્વ સૈનિકો અને રાજ્ય સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદનો મામલો વધારે ગરમાવો પકડી રહ્યો છે. ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા નિવૃત સૈનિકનું મોત થતા પૂર્વ સૈનિકોમાં રસ્તા પર ઉતર્યા હતા. જેણા કારણે પોલીસ દ્વારા ગાંધીનગરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આર્મીના પૂર્વ જવાનના મૃત્યુ બાદ ગાંધીનગરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આર્મીના જવાનોએ ચીલોડાથી ગાંધીનગર સુધી માર્ચ કાઢી છે.
મહત્વનું નિવેદન: માજી સૈનિક એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્રસિંહ નિમાવત દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એક પુત્ર પોલીસમાં છે એટલે એમના પર સરકારનું દબાણ હશે. અન્ય એક પુત્ર અમારી સાથે હતા, પણ હવે તેઓ મૃતદેહ લેવા તૈયાર થઈ ગયા છે. પરિવાર રાજી થયો એટલે એમને હવે કઈ કહેવાનું રહેતું નથી. પણ અમારી માંગ યથાવત રહેશે, અમે આ મામલે કાર્યવાહી કરીશું.

