HomeGujaratમોરબીમાં આશાવર્કર,ફેસીલીએટર બહેનો હવે સરકાર સામે મોરચો માંડ્યો,પડતર માંગણી મુદે ત્રણ દિવસ...

મોરબીમાં આશાવર્કર,ફેસીલીએટર બહેનો હવે સરકાર સામે મોરચો માંડ્યો,પડતર માંગણી મુદે ત્રણ દિવસ હડતાળ પર ઉતરી

વિધાનસભા ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓ એક પછી એક માંગણીને લઇ સરકાર સમક્ષ આવી રહ્યા છે જેમાં જિલ્લા કક્ષાએ આવેદન એક દિવસની હડતાળ અચોક્કસ મુદતની હડતાળથી લઇ ગાંધીનગર સુધી ઘેરાવ કરી પગાર વધારા પેન્સન સ્કીમ તેમજ અન્ય માંગણી મુદે સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહી છે . તાજેતરમાં તલાટી મંત્રી વિસીઇ આરોગ્ય કર્મચારી તેમજ જુનીયર સીનીયર તબીબ સહિતના લોકો હડતાળના હથીયાર ઉઠાવ્યા બાદ હવે આશાવર્કર બહેનો તેમજ ફેસીલીએટર બહેનો પણ સરકાર સામે મોરચાના મંડાણ કર્યા છે
મોરબી શહેરમા અગાઉ આશા બહેનોએ ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયનના નેજા હેઠળ વિવિધ પીએચસી સીએચસીને આવેદનપત્ર આપ્યું હતું જેમાં તેમોના પગાર વધારા ઇન્સ્ટીવ સહિતના અલગ અલગ પ્રશ્નોની રજૂઆત કરી હતી અને વહેલી તકે સરકાર તેમની માંગણી મુદે યોગ્ય નિકાલ લેવા તેવી રજૂઆત કરી હતી જોકે તેઓની માંગણીનો સ્વીકાર ન હતા આજે આશા બહેનો અને ફેસેલીએટર બહેનો ત્રણ દિવસની હડતાળ પર ઉતરી ગઈ હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW