મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અજય દેવગણ, રાજ્ય મંત્રીમંડળના સભ્યો, ચલચિત્ર જગત સાથે સંકળાયેલા ગણમાન્ય આમંત્રિતો તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાતની સૌપ્રથમ સિનેમેટીક ફિલ્મ પોલિસી-2022નું અમદાવાદમાં લોન્ચિંગ કર્યું હતું… મુખ્યમંત્રીએ આ પોલિસી રાજ્યમાં ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટમાં મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ફિલ્મ મેકિંગ અને પ્રવાસન વિકાસને અપ્રતિમ વેગ મળવાની સાથોસાથ સ્થાનિક લોકોને રોજગારીના અવસર પણ આપશે…આ અવસરે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાતમાં ફિલ્મ મેકિંગ, સ્ટુડિયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્ટિંગ સ્કૂલ સહિતના વિવિધ ક્ષેત્રે રોકાણો માટેના કુલ ₹1022 કરોડના ચાર MoU કરવામાં આવ્યા હતા.

