જેટલું જેટલું નથી એ બધુ જીવનમાં મળવાનું છે ખરા? જે નથી એની ચિંતા કરો છે એ કંઈ બીજા દિવસે તો મળવાનું નથી. પણ પ્રગતિ માટે પ્રયાસ જરૂરી છે. સફળતા માટે મહેનત કરવી. પુરૂષાર્થમાં કોઈ ખામી ન રાખવી. સમજણ એ રાખવી કે મારા પુરૂષાર્થના અંતે મારા ભાગ્યમાં હશે એ મળશે. પ્રભુની કૃપા હશે એટલું જ મળશે. એમાં હું સંતોષ અને આનંદ માણીશ. આ સુખમય જીવનની સૌથી જરૂરી અને મોટી જડીબુટ્ટી છે.
જે છે એમાં સંતોષ માનો. સુખ ક્યારેય કોઈ પદાર્થમાં ન હોઈ શકે. દિમાંગની વિચારધારામાં છે. ઉનાળામાં કોઈ આઈસક્રિમ આપે તો મજા આવે. પણ તાવ આવ્યો હોય અને કોઈ આઈસક્રિમ આપે તો? આઈસક્રિમમાં આનંદ હોત તો તાવ આવ્યો હોય ત્યારે પણ એ જ આનંદ આવવો જોઈએ. તમારી સ્થિતિ શું છે એના પર આનંદનો આધાર છે. આનંદ આઈસક્રિમમાં નથી. આનંદ તમારા ઈમોશનલ સ્ટેજ પર છે. પાર્ટીના દિવસે નવા કપડાં પહેર્યા હોય અને બે મોટા ખીલ ગાલ પર એકાએક આવી જાય તો? આનો અનુભવ દરેકને હશે.
સવારથી તૈયારીઓ થતી હોય પણ અચાનક આવું થાય તો. મજા બગડી જાય. બહારની પરિસ્થિતિ ગમે એ હોય. બારીની બહાર વરસાદ ગમે એટલો પડતો હોય, રેઈન કોટ પહેરી લેવાનો, છત્રી રાખી દેવાની, પૈસા પ્લાસ્ટિકની કોથળીમાં મૂકો એટલે કોઈ ચિંતા નહીં. બહાર ગમે એટલી ખરાબ સ્થિતિ હોય, દિમાંગ પર્ફેક્ટ હોય અને ઠેકાણે હોય ને કોઈ વિચલીત નહીં કરી શકે. જેટલા સન્માન પ્રમુખ સ્વામીને મળેલા છે એટલા જ અપમાન એમને ભૂતકાળમાં મળેલા છે. બન્ને સ્થિતિ એમને અમે સ્થિર જોયેલા છે. કોઈ માન આપે તો પણ ફેરફાર નહીં.
કોઈ અપમાન કરે તો પણ એના ચહેરા પર કોઈ ફેરફાર નહીં. આને સ્થિરતા કહેવાય. સુખની કોઈ વસ્તુ મળે એમાં આનંદ કરો એમાં કોઈ ના નથી. દુઃખમાં પણ કરમાઈ નહીં જવાનું. ધીસ ઈસ પાર્ટ ઓફ લાઈફ. લખી લેજો. જીવનના દસ વર્ષ તો ખૂબ જ ખરાબ જવાના. કોઈ પણનું જીવન લઈ લો. દસ વર્ષ તો બધાના ખરાબ જાય. આવું કેમ થયું એ પ્રશ્ન થાય તો એ પણ વિચારજો કે, શું પ્રભુએ તમને એમઓયુ કરીને મોકલ્યા છે? બધુ સુખ નથી રહેતુ. અપ એન્ડ ડાઉન ઈસ પાર્ટ ઓફ લાઈફ. જીવનનો એક ક્રમ છે. દુઃખ આવશે જ. ખભો કોઈ થપથપાવે એ પણ સારૂ અને કોઈ ગાલ પર મારી દે તો પણ સમજી જાજો. દેશી ભાષામાં કહીએ તો સખણા રહેજો. ગુડ ડે હોય ત્યારે તો મેમરીઝ બને. પણ બેસ્ટ લેસન તો ઠોકર લાગી હોય એમાંથી જ શીખવા મળે. ખરાબ દિવસોમાંથી જ ઘણું શીખવા મળે.
ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખજો. આ જીવનનું સ્ટેબિલાઈઝર છે. આર્થર એશ સૌથી સારા ટેનિસ પ્લેયર. ટેનિસમાં બે વખત વિંબલ્ડન જીતેલા. ઘણી સારી લોકચાહના એટલી હતી. લાખો ફેન્સ હતા. આ એંશીના દાયકાની વાત છે. અચાનક એઈડ્સ થઈ ગયો. બ્લડ ઈન્ફેક્શન લાગી ગયું. રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ. ચાહકે એવું પૂછ્યું કે, તમને પ્રભુએ આવો રોગ તમને કેમ આપ્યો? હું પ્રભુને આ અંગે ફરિયાદ કરીશ. આર્થર એશે જવાબ આપ્યો. 15 બિલિયન બાળકો ટેનિસ રમે છે. માત્ર 50 લાખ રમી શકે છે. લાંબા સમય સુધી. પાંચ લાખ યુનિવર્સિટી લેવલનું રમે છે. 50 હજાર એવા છે. જે સ્ટેટ અને નેશનલ લેવલ રમે છે. બે વખત કપ ઊંચો કરેલો છે મે. એ સમયે મેં ભગવાનને એવું પૂછેલું ન હતું કે, મને કેમ સિલેક્ટ કર્યો

