HomeGujaratCentral Gujaratસાપુતારામાં હોટેલ હોમ સ્ટે સંચાલકો પર GSTની તવાઈ,16 સ્થળ પર દરોડા

સાપુતારામાં હોટેલ હોમ સ્ટે સંચાલકો પર GSTની તવાઈ,16 સ્થળ પર દરોડા

સાપુતારામાં આવેલ કેટલીક હોટલ અને હોમ સ્ટે સંચાલકો દ્વારા યોગ્ય રીતે જીએસટી કાયદાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવી રહ્યુ નથી તથા ભરવાપાત્ર થતો જીએસટી ભરપાઇ કરવામાં આવી રહેલ નથી.તેવી ચોકાવનારી માહિતી તાજેતરમાં જીએસટી વિભાગની ઇન્ટેલીજન્સ તથા સીસ્ટમ આધારીત ચકાસણીમાં ધ્યાને આવ્યું હતું જે બાદ સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા તા. સતત 4 દિવસ સુધી સાપુતારા ખાતે આવેલ અલગ અલગ હોટલ તેમજ હોમ સ્ટેના વ્યવસાય સાથે સંકળાયેલ કુલ 16 વેપારીઓના ધંધાના દર્શાવેલ સ્થળોએ દરોડાની કામગીરી કરવામા આવી હતી દરોડા દરમિયાન તપાસ કરતા અમુક વેચાણના દર્શાવીને ઓછો વેરો ભરેલ હોવાનું ધ્યાને આવ્યું હતું . તેમજ કેટલાક કિસ્સામાં ખરીદીની વેરાશાખ મળવાપાત્ર ના હોય તેવી વેરાશાખ મેળવેલ હતી. તદુપરાંત કોમ્પ્લીમેન્ટરી રૂમની સેવાઓ ઉપર તેમજ વાઉચર કે કુપન આધારીત રૂમની સેવાઓ ઉપર વેરાકીય જવાબદારી ઉપસ્થિત થયેલ હતી. વધુમાં જીએસટી કાયદા અંતર્ગત જે દરે વેરો ભરવાનો થતો હોય તેના કરતા ઓછા દરે વેરો ભરેલ હોવાનું સામે આવ્યું હતું .આ મોડસ ઓપરેન્ડી આધારીત કુલ રૂ. 3.56 કરોડની કરચોરી ધ્યાનમાં આવ્યું હતું જે બાદ જીએસટી વિભાગે રૂ. ૨.૪૧ કરોડની વસુલાત કરી છે. બાકીની વસુલાત માટેની કાર્યવાહી ચાલી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW