રાજયમાં નશીલા પદાર્થોનું વેચાણ અને ઉપયોગ બંધ કરવાના તેમજ ગેરકાયદે હેરાફેરી પર પણ અંકુશ લાવવા એન.ડી.પી.એસ, એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે એસપી રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં એસઓજીએ એન.ડી.પી.એસ.ના કેસો શોધવા માટે સુચના કરેલ હોય જે અન્વયે મોરબી સર્કલ પી.આઈ. પી.એચ.લગધીરકા તથા ઈચા પી આઈ . પો.ઇન્સ. પી.જી.પનારા તથા એસ.ઓ.જી. ની ટીમ તપાસ કરી રહી હતી તે દરમ્યાન ભાવેશભાઇ મિયાત્રાનાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, એક ઇસમ સામખીયાળી બાજુથી મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ, ભીમસર ચોકડીના ઓવરબ્રીજ નીચે આવનાર છે અને શરીરે કાળી ચેકસ ડીઝાઇનવાળો શર્ટ તથા આછું કાળુ જીન્સનુ પેન્ટ પહેરેલ છે અને તેની ડાબી આંખમાં ખોટ છે અને તેની પાસે માદક પદાર્થ એમ.ડી. પાવડરનો જથ્થો છે જેથી મોરબી પોલીસની ટીમે મોરબી-માળીયા નેશનલ હાઈવે ઉપર માળીયા પાસે આવેલ ભીમસર ચોકડીના ઓવરબ્રીજ નીચે હકીકત મુજબના વર્ણન વાળા ઇસમની વોચમાં હતા બાતમી મળેલ શખ્સ આવતા નામ ઠામ પુછતા પોતાનું નામ દેવીલાલ મગારામ સેવર ધંધો-મજુરી રહે.ખારા મહેયાન તા.સેણદ્રી જી.બાડમેર રાજ્ય રાજસ્થાન વાળાને માદક પદાર્થ મેફેડ્રોન(MD) વજન ૧૦૦ ગ્રામ કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-ના જથ્થા સાથે પકડી પાડ્યોહતો ગુન્હામાં ઉપયોગ કરેલ મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા રોકડા રૂપિયા કી.રૂ.૪૫૮૦/- મળી કુલ મુદામાલ કી.રૂ. ૧૦,૦૯,૫૮૦/- સાથેનો મુદામાલ જપ્ત કરી NDPS એકટ ૮(C),૨૧ મુજબ માળીયા મીયાણા પોલીસ મથકે માં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો

