યાત્રાધામ અંબાજીમાં બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો મેળો આજથી શરૂ થઈ ગયો છે. મેળામાં લાખો શ્રદ્ધાળુઓે પગપાળા માતાના ધામ સુધી પહોંચશે. બે વર્ષ બાદ મેળો યોજાતા ભક્તોમાં આ વર્ષે અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. બોલ મારી અંબે… કરતા કરતા શ્રદ્ધાળુઓ આગળ વધી રહ્યાં છે. લાખોની સંખ્યામાં માઈભક્તો મા અંબાનાં દર્શન કરશે.
ટીમ ખડેપગે: મેળા દરમિયાન મોટી સંખ્યા માં ભક્તો આવનાર હોઈ સાથે હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી છે, તેને લઈને મેળામાં વરસાદથી યાત્રિકોને તકલીફ ન પડે તે માટે 5 વિશાળ વોટરપ્રુફ ડોમ બનાવવામાં આવ્યા છે. જ્યારે મંદિરમા દર્શન માટે પણ સિનિયર સિટીઝનને દિવ્યાંગો માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ છે. વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઇ શકે તે માટે મંદિરમાં દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જ્યારે મીડિયા માટે અલાયદો કન્ટ્રોલ રૂમ પણ શરૂ કરાશે તથા અંબાજી મંદિરના દર્શન સોશ્યિલ મીડિયા દ્વારા લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. ખાસ કરીને આરોગ્ય 24 જેટલા આરોગ્ય કેન્દ્રો કાર્યરત કરાયા છે, જેમાં 6 સ્પેશ્યલ ડોક્ટરોની પણ નિયુક્તિ આપવામાં આવી છે. જ્યારે 256 જેટલા આરોગ્ય કર્મી ફરજ બજાવશે.
સુરક્ષા: મેળામાં કાયદો ને વ્યવસ્થા જળવાય તે માટે 5000 ઉપરાંત પોલીસ કર્મીઓ સાથે 325 CCTV કેમેરા, 10 PTZ કેમેરા તેમજ 48 બોડીવોન કેમેરા સાથે 35 ખાનગી કેમેંટમેન મેળા દરમિયાન કાર્યરત થશે. ઉપરાંત ખાસ કરીને લોકોને ઈમર્જન્સીમાં 100 નંબર ડાયલ કરવાથી સ્થાનિકમાં જ તાકીદથી પોલીસ સંપર્ક થઇ શકશે.

