મોરબી શહેરમાં અલગ અલગ સ્થળે ધમધમતા જુગાર હાટડાઓ પર પોલીસે રવિવારે એક સાથે તવાઈ બોલાવી હતી અને અલગ અલગ સ્થળેથી જુગાર રમતા જુગારીઓને ઝડપી લીધા હતા ત્યારે શહેરના રવાપર ધુનડા રોડ પર આવેલ રવાપર રેસીડેન્સી ગંગા એપાર્ટમેન્ટ બ્લોકનં.૬૦૩માં રહેતા નીતાબેનના ફ્લેટમાં મહિલાઓ જુગાર રમતી હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા નીતાબેન દેવજીભાઇ, જોશનાબેન સંજયભાઇ દેવજીભાઇ રાઠોડ તેમજ સંજયભાઇ દેવજીભાઇ રાઠોડને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ તથા રોકડા રૂ.23100 સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો અને આરોપી વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

