HomeGujaratઅદાણી એશિયાના સૌથી મોટા ધનકુબેર, નવો રેકોર્ડ બનાવ્યો

અદાણી એશિયાના સૌથી મોટા ધનકુબેર, નવો રેકોર્ડ બનાવ્યો

અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણી ભારતની સાથે સાથે એશિયાના પણ સૌથી મોટા ધનકુબેર છે. થોડા સમય પહેલા ભલે દુનિયામાં અનેક લોકો તેમના નામથી અજાણ હશે પરંતુ હવે તેમને આખી દુનિયા જાણે છે. ગૌતમ અદાણીએ નેટવર્થ મામલે નવો રેકોર્ડ બનાવ્યો છે. બ્લૂમબર્ગ ઈન્ડેક્સના જણાવ્યાં મુજબ અદાણીએ હવે Louis Vuitton ના સીઈઓ અને ચેરમેન બર્નાર્ડ અર્નાલ્ટને પાછળ છોડ્યા છે. ઈન્ડેક્સ મુજબ અદાણીની નેટવર્થ વધીને હાલ 137.4 બિલિયન ડોલર થઈ ચૂકી છે.

પહેલીવાર કોઈ એશિયન: બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં ટોચના ત્રણમાં કોઈ એશિયને પ્રવેશ કર્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે. હવે માત્ર અમેરિકાના એલોન મસ્ક અને જેફ બેઝોસ રેન્કિંગમાં પાછળ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી $91.9 બિલિયનની નેટવર્થ સાથે 11માં નંબરે છે.બર્નાર્ડ જીન ટિએન આર્નોલ્ટ ફ્રેન્ચ ઉદ્યોગપતિ, રોકાણકાર અને કલા કલેક્ટર છે. તેઓ LVMH Moët Hennessy Louis Vuitton SE ના સહ-સ્થાપક, પ્રમુખ અને CEO છે, જે વિશ્વના સૌથી મોટા લક્ઝરી ગુડ્સ વેચનાર છે.

આ પણ નોંધવા જેવી: અદાણીએ એકલા 2022માં જ તેમની સંપત્તિમાં $60.9 બિલિયનનો ઉમેરો કર્યો, જે અન્ય કોઈ કરતાં પાંચ ગણો વધુ છે. તેણે ફેબ્રુઆરીમાં સૌથી ધનિક એશિયન તરીકે મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા હતા અને ગયા મહિને માઈક્રોસોફ્ટ કોર્પના બિલ ગેટ્સને વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ તરીકે પાછળ છોડી દીધા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW