HomeGujaratSaurashtra Kutchhહળવદના 18 વિસ્તારોમાં બુધવારે સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી વીજકાપ...

હળવદના 18 વિસ્તારોમાં બુધવારે સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી વીજકાપ રહેશે

હળવદના 66 કેવી સબ સ્ટેશનમાં અગત્યનું કામ કરવાનું હોવાથી આગામી તા. 31 ને બુધવારના રોજ સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી 66 કેવી હળવદ સબ સ્ટેશનના હાઈવે અર્બન ફીડર અને 66 કેવી દેવળીયા સબ સ્ટેશનના દેવળીયા હાઇવે જેજીવાય ફીડર હેઠળના 18 વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

આગામી તા. 31-08-2022 ને બુધવારે સવારે 8 થી સાંજે 4 વાગ્યા દરમિયાન 66 કેવી હળવદ સબ સ્ટેશનના હાઇવે અર્બન ફીડરમાં આવતા પંચમુખી ઢોરો, સુનીલ નગર, વણઝારા વાસ, ભારત પેટ્રોલીયમ, જનતા હોટલ, ક્રોસ રોડ શોપિંગ સેન્ટર, વસંત પાર્ક, રૂક્ષમણી પાર્ક, ઉમા-1, ઉમા-2, આલાપ ટાઉનશીપ તથા સરા રોડ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે. આ ઉપરાંત 66 કેવી દેવળીયા સબ સ્ટેશનના દેવળીયા હાઇવે જેજીવાય ફીડરમાં આવતા જુના દેવળીયા, નવા દેવળીયા, સુરવદર, ધૂળકોટ અને પ્રતાપગઢ સહિતના વિસ્તારોમાં પણ વીજકાપ રહેશે અને મેઈન્ટેનન્સની કામગીરી પુરી થતા કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર આ તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW