HomeGujaratમોરબીમાં બંધ મકાનમાં ચોરી કરનાર ચોકીદારને ઉપાડી લીધો, રૂ 90 હજારનો મુદામાલ...

મોરબીમાં બંધ મકાનમાં ચોરી કરનાર ચોકીદારને ઉપાડી લીધો, રૂ 90 હજારનો મુદામાલ જપ્ત

જન્માષ્ટમી પર્વ દરમિયાન તસ્કરો ત્રાટક્યાહતા અને રૂ. 2.15 લાખની ચોરી કરી ગયાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી આ ચોરીનો ભેદ મોરબી એ ડિવિઝન પોલીસે ઉકેલી લીધોહતો અને નેપાળી ચોકીદારને રૂ.90 હજારના મુદામાલ સાથે દબોચી લીધો છે. આરોપીની પૂછપરછ કરતા ચોકીદાર ઉપરાંત બીજા બે નેપાળી શખ્સોના નામ પણ સામે આવ્યા હતા.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર સેલના પેટ્રોલપંપ સામે 5-શક્તિપ્લોટમાં બેન્ક ઓફ બરોડાની બાજુમાં રહેતા સંજયભાઈ ભોગીભાઈ વોરાના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ઘરમાંથી રૂ. 1.75 લાખ રોકડા અને રૂ. 50 હજારની કિંમતની સોનાની બુટી તેમજ લેડીઝના 25 જોડી કપડા અને 1 મોબાઈલ સહિત 2.15 લાખના મુદામાલની ચોરી થયાની મોરબી સીટી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવમાં મોરબી એ ડિવિઝન પોલીસે આસપાસમાં આવેલ સી.સી.ટી.વી કેમેરાના ફૂટેજ આધારે મોરબીના રવાપર રોડ ઉપર સેલના પેટ્રોલપની બાજુમા નવા બની રહેલ WTC કોમ્પલેક્ષમાં બે ઇશમો શંકાસ્પદ રીતે જતા જોવામા આવ્યા હતા જેથી કોમ્પલેક્ષમાં તપાસ કરતા એક શખ્સ મળી આવ્યો હતો. શંકાના આધારે આરોપીની પુછપરછ કરતા તેણે આ ચોરી કરી હોવાની તેમજ બીજા શખ્સ પણ તેની સાથે સામેલ હોવાની કબુલાત આપી ચોરીમાં ગયેલ રોકડ રૂપિયા 90 હજાર તથા રહેણાક મકાનનો લોક તોડવામા ઉપયોગમા લેવાયેલ લોખંડનો અણીવાળો સળીયો કાઢી આપ્યો હતો.
વધુમાં પોલીસના હાથે પકડાયેલ આરોપી ચોકીદાર પ્રકાશભાઇ રાનેભાઇ ટમટતા, મુળ રહે સાફેવગર ગામ તા,મંગલસેન જી. અછામ, થાણા. ગોદાવરી. નેપાળ નામના શખ્સે ચોરીને અંજામ આપવામાં ઉતમભાઇ શાહી તેમજ વસંતભાઇ શાહી, રહે. બંને કાલીકોટ, નેપાળ વાળા સાથે હોવાની કબૂલાત આપતા પોલીસે ફરાર બન્ને શખ્સની શોધખોળ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW