ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચમાં ભારતીય બોલરોએ જમાવટ કરી હતી, પરંતુ ખાસ કરીને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાની ક્ષમતા પુરવાર કરી હતી. એક પછી એક તેમણે પાકિસ્તાનની મોટી સમસ્યાઓ પર વાર કરી મેચને જીત બાજુ વળ્યો. આ સાથે જ બેટિંગમાં પણ હાર્દિક પંડ્યા ભારતની જીતનો હીરો બન્યો હતો.
એશિયા કપ 2022માં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમને જીતવા માટે પાકિસ્તાને 20 ઓવરમાં 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 19.4 ઓવરમાં 5 વિકેટે 148 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત તરફથી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને વિરાટ કોહલીએ 35-35 રનનું યોગદાન આપ્યું હતું. આ દરમિયાન, હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 33 રન બનાવીને મેચ પૂરી કરી હતી.
આ પહેલા તેણે બોલિંગમાં પણ સારૂ પ્રદર્શન કરીને ત્રણ વિકેટ ઝડપી હતી. 15 ઓવર પછી ભારતનો સ્કોર 97 અને 3 હતો. એવું લાગી રહ્યું હતું કે, પાકિસ્તાનની ટીમ પ્રેશર બનાવવામાં સફળ થઈ શકે છે, પરંતુ જાડેજા અને પંડ્યાએ ખૂબ જ બુદ્ધિમત્તા સાથે બેટિંગ કરી અને મેચ જીતી લીધી

