ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ આઈટેમ્સના વેપારીઓની ફરિયાદ છ ેકે ઇ-કોમર્સ એ અન્ય કંપનીઓએ કરેલા ઉત્પાદનોને વેચવા માટેનું પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ માત્ર અન્યોએ ઉત્પાદિત કરેલી વસ્તુઓ વેચવા માટે જ છે. પરંતુ છ. પરંતુ ઓનલાઈન કંપનીઓ તેમના પ્લેટફોર્મ પર જે જે વસ્તુઓની ડીમાન્ડ હોય છે તે વસ્તુઓનો રૅકોર્ડ તૈયાર કરે છે.
અન્ય કંપનીઓ ઊભી કરીને તેના થકી તે વસ્તુઓનું ઉત્પાદન કરીને તેમના માર્કેટ ભાવ કરતાં નીચા ભાવે માર્કેટમાં તેના જેવા જ પ્રોડક્ટ્સ મૂકીને તેમના ધંધા હડપ કરી જવાની રમત કરી રહી હોવાની ફરિયાદ ઇલેક્ટ્રોનિક્સના વેપારીઓના એસોસિયેશનના પ્રમુખ મેઘરાજ ડોડવાણીનું કહેવું છે. ઇ-કોમર્સ કંપનીઓ નાની ઑફિસમાંધી ધંધો કરી શકે છે. તેમને માલ સંગ્રહ કરવા માટેની જગ્યાની જરૃર પડતી નથી.
તેથી તેમનું મૂડીરોકાણ ઓછું થઈ જાય છે. તેઓ ઓછા સ્ટાફની મદદથી રિટેઇલર્સ કરતાંય મોટો ધંધો કરી શકે છે. તેની સામે રિટેઇલર્સ દુકાન અને ઑફિસની પ્રોપર્ટી માટે મોટો ખર્ચ કરવો પડે છે. રિટેઇલર્સે ગોદામ, દુકાન અને સ્ટાફમાં પણ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડી રહ્યું છે. દેશના તમામ ધંધાઓ ઓનલાઈન ચેઈનના હાથમાં જાય અને બેરોજગારી વધે તે પૂર્વે કડક પગલાં લેવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

