HomeGujaratક્રિકેટના કાશીમાંથી રવીન્દ્ર બાદ7 મહિલા પ્લેયર અંડર 19 રમશે

ક્રિકેટના કાશીમાંથી રવીન્દ્ર બાદ7 મહિલા પ્લેયર અંડર 19 રમશે

ગુજરાતની ધરતી એ દેશને અનેક ફિલ્મી સિતારા તેમજ ક્રિકેટરો આપ્યા છે. જેમાં જામનગરના રવિન્દ્ર જાડેજાએ હાલ ઓલ રાઉન્ડર તરીકે ભારતીય ટીમમાં સારી ભૂમિકા ભજવી રહ્યા છે. ફરી એકવાર અન્ડર 19 ડોમેસ્ટિક વુમન ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગરની સાત મહિલા ખેલાડીઓ સિલેક્ટ થઈ છે. જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં માટે ગૌરવ છે.

નામ રોશન કરીએ: રાબીયા સમાએ જણાવ્યું હતું કે, અમે જામનગર ડિસ્ટ્રિક્ટ એસોસિએશનમાં પ્રેક્ટિસ કરીએ છીએ. કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસેથી તાલીમ મેળવીએ છીએ. સાત છોકરીઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોએશનમાં સિલેક્ટ થયા છીએ. અમારી સિનિયર ટીમ છે તેમાં પણ સૌરાષ્ટ્રની સાત છોકરીઓ છે. અમારા બધાનું સપનું છે કે અમે જામનગરનું નામ રોશન કરીએ. ઉલ્લેખનીય છે કે કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે તાલીમ લીધેલ આ ખેલાડીઓ સતત ત્રીજા વર્ષે પસંદગી પામીને હેટ્રિક લીધેલી છે. જે જામનગર શહેર જિલ્લા ક્રિકેટ પ્રેમીઓમાં માટે ગૌરવ સમાન છે.

ક્રિકેટનું કાશી જામનગરે દેશને અનેક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની ભેટ આપી છે. ત્યારે આગામી તારીખ 1લી સપ્ટેમ્બરથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સંચાલિત અન્ડર 19 ડોમેસ્ટિક વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગરની સાત ખેલાડીઓ સીલેકટ થઈ છે. જામનગરના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે તાલીમ લઈને સફળ થનાર જામનગરની સાત ખેલાડીઓ માહિનૂર ચૌહાણ, અનુષ્ઠા ગોસ્વામી, પ્રિતિકા ગોસ્વામી, શ્રુતિ જાડેજા, ખુશી ભીંડી, તેહસીન ચૌહાણ, રાબીયા સમાની પસંદગી થઈ છે. અન્ડર 19 ડોમેસ્ટિક વુમન ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગરની સાત ખેલાડીઓ સિલેક્ટ થતા ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW