HomeGujaratCentral Gujaratરાજ્યમાં તલાટી મંત્રીની હડતાળ સમેટાઇ, રાજય સરકારે 5 માંથી 4 માગણી સ્વીકારી

રાજ્યમાં તલાટી મંત્રીની હડતાળ સમેટાઇ, રાજય સરકારે 5 માંથી 4 માગણી સ્વીકારી


રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી તલાટી મંત્રી હડતાળ પર ઉતરી ગયા હતા જેના કારણે રાજ્યની તમામ ગ્રામ પંચાયતમાં કામગીરી ટલ્લે ચઢી ગઈ હતી.અગાઉ રજુઆત કરવા છતાં સરકાર ટસની મસ થઈ ન હતી જોકે રાજ્યભરમાં તલાટી મંત્રીઓની એકતા સામે સરકારે નમતું જોખ્યું અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા તેમજ તલાટી મંડળ પ્રમુખ પંકજ મોદી અને આગેવાનોની હાજરીમાં બેઠક મળી હતી જેમાં 5 માથી 4 માગણી સ્વીકારી લેવામાં આવી છે
જ્યારે એક માગણી મુદે કમિટીની રચના કરી તપાસ કરવામાં આવશે અને તેના આધારે નિર્ણય લેવાની ખાતરી આપવામાં આવતા અંતે તલાટી મંડળ દ્વારા હડતાળ સમેટવાનો નિર્ણય લીધો હતો.મંગળવારથી તલાટી મંત્રીઓ ફરીથી ફરજ પર હાજર થવાની પણ જાહેરાત કરવામા આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW