શ્રાવણ માસ તહેવારોનો મહિનો છે, રક્ષાબંધન, સ્વાતંત્ર્ય દિન, નાગ પાંચમ, સાતમ, આઠમ, નોમ સહિતના તહેવારો ઉપરાછાપરી આવ્યા. અનેક વ્રત આવે છે. આ દિવસોમાં લોકો ધાર્મિક પ્રવાસ કરતા હોય છે. સગા વહાલાને ઘરે , વતનમાં કુંટુંબ સાથે, તિર્થ સ્થાને તેમજ સહપરિવાર નજીકના પ્રવાસન સ્થળોએ ફરવા જવાનું આયોજન લગભગ તમામ પરિવારોનું હોય છે. જેમાં હવે એસટી બસની સેવા વધુ પસંદ પડી રહી છે.
મોટી આવક: એસ.ટી.નિગમને આવકની દ્રષ્ટિએ ઓગષ્ટ માસના તહેવારો સારા એવા ફળ્યા છે. તા.20 ઓગષ્ટ સુધીના 10 દિવસોમાં ૭.૩૪ લાખથી વધુ ટિકિટોનું મુસાફરોએ રિઝર્વેશન કરાવ્યું હતું. જેના થકી નિગમને 14.21 કરોડથી વધુની આવક થવા પામી હતી. બસોના સંચાલન માટે વિશેષ સ્ટાફ તૈનાત કરવા, 24 કલાકનું સંચાલન ચાલુ રાખવાની ફરજ પડી હતી. લોકોએ બસમાં સીટ કન્ફર્મ કરવા માટે મુસાફરોએ આ વર્ષે એડવાન્સમાં ઓનલાઇન બુકિંગ કરાવ્યું હતું. તા.10 ઓગષ્ટથી 2૦ ઓગષ્ટ સુધીમાં 734728 સીટોનું મુસાફરોએ રિઝર્વેશન કરાવ્યું હતું. જેના થકી નિગમને 412128473 રૂપિયાની જંગી આવક થવા પામી હતી.
સૌરાષ્ટ્ર તરફ બસ: અમદાવાદ અને સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે વિશેષ ધસારો જોવા મળ્યો હતો. દાહોદ, ગોધરા, પંચમહાલ, વડોદરા, ઉત્તર ગુજરાત , મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં બસો દોવાડાઇ હતી.

