HomeGujaratસોમનાથના ઓનલાઇન દર્શન કરતાં ભાવિકોની સંખ્યા 1 કરોડને પાર

સોમનાથના ઓનલાઇન દર્શન કરતાં ભાવિકોની સંખ્યા 1 કરોડને પાર

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવપ્રત્યે સમગ્ર વિશ્વના શિવ ભક્તો ભારે આસ્થા ધરાવી રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ ઓનલાઈન ભક્તો અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે પાછલા શ્રાવણ માસ દરમિયાન અત્યાર સુધીમાં એક કરોડની આસપાસ શિવ ભક્તોએ મહાદેવના સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન કર્યા છે. સોમનાથ મહાદેવના ઓનલાઇન દર્શન ની વ્યવસ્થા વર્ષ 2015 થી શરૂ કરાઈ હતી. જેને હવે ધીમે ધીમે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેને કારણે સોમનાથ મંદિર સિવાય રામ મંદિર ભાલકાતીર્થ અને ગૌલોક ધામ મંદિરનું પણ ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરાઈ છે.

સમગ્ર વિશ્વના લોકો ખૂબ બહોળા પ્રમાણમાં જોઈ રહ્યા છે. વર્ષ 2021 માં વિશ્વના 45 થી વધુ દેશોમાં અંદાજિત 78 કરોડ શિવભક્તોએ સોમનાથ મહાદેવના ઓનલાઈન દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરી હતી. વહેલી સવારે ફેસબુક પર સોમનાથની આરતી સવારે 7 વાગ્યે લાઈન કરવામાં આવે છે. જ્યારે શિવરાત્રી નિમિતે વિશિષ્ટ પૂજા અને શૃંગાર દર્શનના ફોટો પોસ્ટ કરવામાં આવે છે. આ સાથે તીથિ અને સમય પણ મૂકવામાં આવે છે.

વર્ષ 2015 થી સોમનાથ મહાદેવના દર્શન સોશિયલ મીડિયાના વિવિધ સાત માધ્યમો થકી શિવ ભક્તોને વિશ્વના કોઈપણ ખૂણામાં ઓનલાઇન મળી શકે તે માટેની વ્યવસ્થા શરૂ કરાઈ હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવના ઓનલાઇન દર્શન માટે સોમનાથ એપ સહિત ફેસબુક વીટર instagram અને youtube ના માધ્યમથી દેવાધિદેવ સોમેશ્વર મહાદેવ વિવિધ દર્શન પૂજા આરતી ધ્વજારોહણ સહિતના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયાના માધ્યમ પર ટ્રસ્ટ દ્વારા મૂકવામાં આવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW