ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા ચૌધરી રાકેશ ટિકૈતની દિલ્હી જતી વખતે પોલીસે ગાઝીપુર બોર્ડર ખાતે અટકાયત કરાઈ હતી. તેની જાણકારી મળ્યા બાદ મેરઠ-મુઝફ્ફરનગર સહીતના પશ્ચિમી ઉત્તરપ્રદેશના વિભિન્ન જિલ્લાઓમાં ખેડૂતો એલર્ટ થઈ ગયા હતા. પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ખેડૂતોએ વિરોધમાં પોલીસ સ્ટેશન સામે ધરણાં શરૂ કરી દીધા હતા. જો કે દિલ્હી પોલીસે બાદમાં રાકેશ ટિકૈતને ગાઝીપુર બોર્ડર ખાતે કસ્ટડીમાંથી મુક્ત કર્યા હતા.
કાર્યક્રમનું આયોજન હતું: ટિકૈતે ખેડૂતોને ધરણાં સમાપ્ત કરવાની અપીલ કરતા કહ્યુ છે કે, સોમવારે દિલ્હીમાં તેમનો ગાંધી પીસ ફાઉન્ડેશન ખાતે કાર્યક્રમ કરશે. યુપીના લખીમપુર ખાતેના ધરણાં બાદ ટિકૈત દિલ્હીમાં એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શનિવારે યુપીમાં થયેલા ખેડૂતોના ધરણામાં પણ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતે સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, લખીમપુર ખીરીમાં ખેડૂતોની હત્યા બાદ પણ દોષી ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્ર ઉર્ફે ટેનીને સરકારે નથી હોદ્દા પરથી હટાવ્યા કે નથી તેમની ધરપકડ કરી. યુપીમાં ખેડૂતો માટે વીજળી પણ મોંઘી છે.

મંજૂરીની માથાકૂટ: જો કોઈ ટ્યુબવેલ પર મીટર લગાવે તો ઉખાડીને ફેંકી દેજો.પોલીસ અને તંત્ર ભાજપના એજન્ટ બનીને કામ કરી રહ્યા છે.ખેડૂતોની મહાપંચાયતને જોઈને સિંધુ બોર્ડર અને ગાઝી બોર્ડર પર દિલ્હી પોલીસે સુરક્ષા વધારી દીધી છે. દિલ્હી- મેરઠ એક્સપ્રેસ વે પર પોલીસકર્મીઓને ડ્યુટી આપવામાં આવી છે. આ તરફ નવી દિલ્હીના ડીસીપીએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે મહાપંચાયત માટે મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ ભીડ વધારે હોવાને કારણે અમે આયોજન માટે મંજૂરી આપી નથી.
મોટા આક્ષેપ: .ખેડૂત આગેવાન અને ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવકતા રાકેશ ટિકૈતને દિલ્હીની ગાઝીપુર બોર્ડર પરથી પોલીસે અટકાયતમાં લીધા છે.તેમને પકડીને પોલીસ મથકમાં લઈ જવાયા હતા અને તેમને ત્યાં બેસાડી રાખવામાં આવ્યા છે. કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે, રાકેશ ટિકૈતને કાર્યકરો સાથે સંપર્ક પણ કરવા દેવાતો નથી. રાકેશ ટિકેતની સાથે બીજા કેટલાક કાર્યકરોને પણ પોલીસે અટકાયતમા લીધા છે. રાકેશ ટિકૈત દિલ્હીના જંતર મંતર પર બેરોજગારો માટેના ધરણામાં સામેલ થવા જઈ રહ્યા હતા પણ પોલીસે તે પહેલા જ તેમની અટકાયત કરી હતી.
આવી માંગ: સંયુક્ત કિસાન મોરચાની તરફથી ચેતવણી આપવામાં આવી છે કે સરકાર કોઈપણ પ્રકારની બાધા નાખવાનો પ્રયાસ કરશે તો તેના માટે તે પોતે જ જવાબદાર રહેશે.સંયુક્ત કિસાન મોરચાની માંગ છે કે લખીમપુર ખીરી કાંડના પીડિત ખેડૂત પરિવારોને ન્યાય મળે અને જેલોમાં બંધ ખેડૂતોને છોડવામાં આવે, લખીમપુર ખીરી કાંડને લઈને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીની ધરપકડ કરવામાં આવે. સ્વામીનાથન આયોગના C2+50% ફોર્મુલાની અનુસાર MSPની ગેરંટીનો કાયદો બનાવવામાં આવે. દેશના તમામ ખેડૂતોને દેવા મુક્ત જાહેર કરવામાં આવે.

