મોરબી શહેરના નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક રહેતા ચીરાગભાઇ રશીકભાઇ ધોળકીયા નામના યુવાનની GJ36U0150 નંબરની રીક્ષા મહારાણા પ્રતાપ સર્કલ નજીક આવેલ ગોપાલ સોસાયટીના ગેટ સામે પાર્ક કરીને તેના મિત્ર હકાભાઈ સાથે ચોટીલા ગયા હતા ચોટીલાથી પરત ફરીને પાર્ક કરેલી જગ્યાએ તપાસ કરતા તેમની રીક્ષા ત્યાંથી ગાયબ હતી આસપાસ લોકોને પૂછતા આ અંગે કોઈને જાણ ન થતા રીક્ષા ચોરી થયા હોવાનું જાણવા મળતા ચિરાગભાઈએ અજાણ્યા શક્શ વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં રીક્ષા ચોરી થયાની ફરિયાદ નોધાવી છે.

