રાજ્ય અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસતા નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમની જળ સપાટી 135 મીટરને પાર પહોંચી છે. ડેમની મહત્ત્મ જળ સપાટી 138.68 મીટરની છે. આજે ડેમના કુલ 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. રવિવારે બપોરે 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા જે વધીને 23 થયા છે.
નર્મદા પંથકમાં કુદરત સોળે કળાએ ખીલી જાય છે. અત્યારે હાલ પ્રવાસીઓ આ નજારો માણવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ લોકોનું હોટ ફેવરિટ બન્યું છે.

